Authors
Claim : રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું
Fact : એપ્રિલ 2023માં રાહુલ ગાંધીએ દિલ્હીની કેટલીક હોટલોની મુલાકાત લીધી હતી અને વિવિધ વાનગીઓનો આનંદ માણ્યો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીની અલ જવાહર હોટલમાં ગયા હતા અને શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હતું.
ભારતમાં હિંદુ સમાજના લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ, કંવર યાત્રા અથવા શાકાહારી ભોજન દ્વારા તેમના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરે છે. જેમ કે, વિશ્વના મોટાભાગના દેશોની રાજનીતિમાં ધર્મનો ઘણો પ્રભાવ રહ્યો છે. ભારતીય રાજકારણમાં પણ ધર્મના પ્રભાવને અવગણી શકાય નહીં. એક રીતે જ્યાં ભાજપ તરફી સોશિયલ મીડિયા યુઝર્સ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીની ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર કરે છે, ત્યાં કોંગ્રેસ તરફી યુઝર્સ ભાજપ પર સાંપ્રદાયિકતાનો આરોપ લગાવીને ટીકા કરતા રહે છે.આ ક્રમમાં, સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધી દિલ્હીની અલ જવાહર હોટેલમાં ગયા હતા અને સાવન મહિનામાં માંસાહારી ભોજન લીધું હતું.
Fact Check / Verification
રાહુલ ગાંધીએ દિલ્હીની જવાહર હોટલની મુલાકાત લીધી અને શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હોવાના નામે શેર કરવામાં આવેલા આ વીડિયોની તપાસ કરવા માટે, અમે ‘રાહુલ ગાંધી વિઝિટ જવાહર હોટલ’ કીવર્ડ સાથે ગૂગલ સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે આ વિડિઓ ઇન્ટરનેટ પર એપ્રિલ 2023 મહિનાથી ઉપલબ્ધ છે.
ગૂગલ સર્ચમાંથી મેળવેલા પરિણામોમાં, અમને 18 એપ્રિલ, 2023ના રોજ ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ YouTube વીડિયો મળ્યો. તમને જણાવી દઈએ કે આ એ જ વાયરલ વીડિયો છે, જેને શ્રાવણ મહિનાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે. જે અનુસાર, રાહુલ ગાંધી જામા મસ્જિદ સ્થિત અલ જવાહર નામની હોટલમાં ગયા હતા. આ દરમિયાન તેણે ત્યાં કેટલીક વાનગીઓ પણ ખાધી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા 19 એપ્રિલ, 2023ના રોજ આ જ વીડિયો પ્રકાશિત કરીને કહેવામાં આવ્યું હતું કે તે દિલ્હીના ચાંદની ચોકનો છે.
વાયરલ વીડિયો વિશે વધુ માહિતી મેળવવા માટે અમે ‘રાહુલ ગાંધી અલ જવાહર’ કીવર્ડ્સ સાથે યુટ્યુબ પર સર્ચ કરતા 22 એપ્રિલ 2023ના રોજ રાહુલ ગાંધી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં વાયરલ ક્લિપ પણ જોઈ શકાય છે. વીડિયોમાં હાજર માહિતી અનુસાર રાહુલ ગાંધીએ દિલ્હીની મુલાકાત દરમિયાન છોલે-ભટુરા, શરબત, તંદૂરી ચિકન વગેરેનો સ્વાદ ચાખ્યો હતો.
(આ પણ વાંચો : આ વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો )
Conclusion
અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી દ્વારા દિલ્હીની જવાહર હોટલની મુલાકાત લેવાના અને શ્રાવણ મહિનામાં માંસાહારી ખાવાના નામે શેર કરવામાં આવેલો આ દાવો ભ્રામક છે. હકીકતમાં, એપ્રિલ 2023માં રાહુલ ગાંધીએ દિલ્હીની કેટલીક હોટલોની મુલાકાત લીધી હતી અને વિવિધ વાનગીઓનો આનંદ માણ્યો હતો.
Result : Missing Context
Our Source
YouTube video published by India Today on 18 April, 2023
YouTube video published by India Today on 18 April, 2023
YouTube video published by Rahul Gandhi on 22 April, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044