સપ્ટેમ્બરની શરૂઆતમાં કન્યાકુમારીથી રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને ઓનલાઈન ઘણું આકર્ષણ મળી રહ્યું છે. તાજેતરમાં, ભારત જોડો યાત્રાના સંદર્ભમાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં, રાહુલ ગાંધી બંધ માઈકની સામે જાહેર સંબોધન કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સે “માઇક બંધ થઇ ગયું છે અને સાહેબ ને ખબર પણ નથી…હલાવે રાખે છે.” ટાઇટલ સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમજ યુઝર્સ વાયરલ વીડિયોને “માઈક બંધ છે પણ કોમેડી ચાલુ છે.”કટાક્ષ સાથે શેર કરી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધી એક જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા જે સમયે માઈક બંધ હોવાથી કોઈપણ અવાજ સાંભળવા મળતો નથી.

ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
રાહુલ ગાંધી બંધ માઈકની સામે જાહેર સંબોધન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 10 નવેમ્બર, 2022 ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. માહિતી મુજબ મહારાષ્ટ્રના નાંદેડમાં જાહેર સંબોધન સમયેરાહુલ ગાંધી સંસદમાં વિપક્ષી નેતાઓ સાથે શું-શું થાય છે તે દર્શાવવા માટે માઈક બંધ કરે છે.

આ ક્રમમાં 10 નવેમ્બર, 2022 ના રોજ રાહુલ ગાંધી દ્વારા ટ્વીટર પર સમાન વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. અહીંયા તેઓને થોડી સેકંડ માટે તેમનું માઈક બંધ કરતા જોઈ શકાય છે. ત્યાબાદ તેઓ જણાવી રહ્યા છે કે “અહીં, માઈક બંધ કરવાનો નિયંત્રણ મારી પાસે છે. પરંતુ સંસદ ભવનમાં માઈક આવી જ રીતે બંધ થઈ જાય છે, જયારે નોટબંધી પર બોલો, માઈક બંધ…બેરોજગારી પર બોલો, માઈક બંધ…”
વધુમાં, રાહુલ ગાંધીના તાજેતરના જાહેર સંબોધનના વિડીયોને તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યા છે. 27 નવેમ્બર, 2022 ના રોજ ઈન્દોરના અન્ય એક વિડિયોમાં રાહુલ ગાંધીને ભાષણની મધ્યમાં માઈક બંધ કરતા જોઈ શકાય છે.
વીડિયોમાં લગભગ 6:17 મિનિટના બાદ રાહુલ ગાંધીને હિન્દીમાં ભાષણ આપતા સાંભળી શકાય છે, “કોંગ્રેસ મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, પછી ભલે તે ખેડૂતોના પ્રશ્નો હોય…. નોટબંધી, કે GST. અમે લોકસભા અને રાજ્યસભામાં આ તમામ મુદ્દાઓ પર અમારો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને જ્યારે અમે અમારો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જાદુઈ રીતે અમારું માઈક બંધ થઈ ગયું. જ્યારે કોંગ્રેસ નેતા કોઈપણ મુદ્દા પર વાંધો ઉઠાવે છે ત્યારે સંસદમાં શું થાય છે તે દર્શાવવાના પ્રયાસમાં ગાંધી તેમનું માઈક બંધ કરે છે અને બોલવાનું ચાલુ રાખે છે, તેમના હાથની હિલચાલ વાયરલ ફૂટેજમાં જોવા મળે છે.
વિડિયોમાં 7 મિનિટ અને 29 સેકન્ડમાં બાદ તેઓ માઈક પર બોલવાનું ફરી શરૂ કરે છે કે “તો અમારે જે બોલવું હોય તે બોલતા અને બોલતા રહીએ છીએ… અને માઈક બંધ થઈ જાય છે.
Conclusion
રાહુલ ગાંધી બંધ માઈકની સામે જાહેર સંબોધન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. રાહુલ ગાંધી દ્વારા ભાષણ સમયે પોતાની જાતે માઈક બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ નેતા કોઈપણ મુદ્દા પર વાંધો ઉઠાવે છે ત્યારે સંસદમાં શું થાય છે તે દર્શાવવાના પ્રયાસમાં ગાંધી તેમનું માઈક બંધ કરે છે.
Result : Missing Context
Our Source
YouTube Video By Rahul Gandhi, Dated November 27, 2022
YouTube Video By INC, Dated November 27, 2022
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044