Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkશું રાહુલ ગાંધીએ દોષિત ધારાસભ્યો પરના SC ચુકાદાને નાબૂદ કરવા માંગતા UPAના...

શું રાહુલ ગાંધીએ દોષિત ધારાસભ્યો પરના SC ચુકાદાને નાબૂદ કરવા માંગતા UPAના વટહુકમને ફાડી નાખ્યો હતો?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ સંસદ માંથી ગેરલાયક ઠેરવવામાં આવતા દેશમાં રાજકીય તોફાન મચી ગયું છે. કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટે 2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદા તરફ ધ્યાન પાછું લાવ્યું છે, જેમાં ઓછામાં ઓછા 2 વર્ષની જેલની સજા સાથે દોષિત ઠેરવવામાં આવેલા કોઈપણ ધારાસભ્યને તાત્કાલિક ગેરલાયક ઠરાવવામાં સક્ષમ છે.

આ ક્રમ હેઠળ, રાહુલ ગાંધીનો સ્ટેજ પર કાગળનો ટુકડો ફાડતો જુનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “૨૦૧૩ માં સુપ્રીમે ચુકાદો આપ્યો કે બે વર્ષથી વધુ સજા થઈ હોય એવા MP ની સંસદની સદસ્યતા રદ કરવી..તત્કાલીન મનમોહન સરકારે આ હુકમને રદ કરતો અધ્યાદેશ રજૂ કર્યો…જે રાહુલ ગાંધીએ ભરી પ્રેસ કોન્ફરન્સમાં ફાડી નાખ્યો”

ભાજપના નેતાઓ પીયૂષ ગોયલ અને ગિરિરાજ સિંહે પણ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ વટહુકમને ફાડી નાખ્યો હતો. તાજેતરની એક પ્રેસ કોન્ફરન્સમાં ગોયલે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવા સામે કોંગ્રેસના વિરોધ પર સવાલ ઉઠાવ્યા હતા.

જ્યારે ભાજપ નેતા ગિરિરાજ સિંહે દાવો કર્યો હતો કે, “રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવે શ્રાપ આપ્યો છે. જ્યારે ઘાસચારા કૌભાંડમાં આદેશ આવ્યો અને લાલુ પ્રસાદની સદસ્યતા જતી રહી. ત્યારે રાહુલ ગાંધીએ આવા કેસમાં અપીલની જોગવાઈને લગતો વટહુકમ ફાડી નાખ્યો હતો”

પરંતુ શું ગાંધીજીએ આવા વટહુકમની નિંદા કરી હતી? શું તેણે વટહુકમને ફાડી નાખ્યો હતો? ન્યૂઝચેકરે આ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કર્યો છે.

2013નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું છે જે કારણે રાહુલ ગાંધીની સદસ્યતા રદ થઈ છે?’

ગયા અઠવાડિયે, સુરતની કોર્ટે 2019ના “મોદી અટક” માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા અને 2 વર્ષની જેલની સજા ફટકારી. જો કે, કોંગ્રેસના નેતાને જામીન આપવામાં આવ્યા હતા અને નિર્ણય સામે અપીલ કરવા દેવા માટે તેમની સજા 30 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. બીજા જ દિવસે, 2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુરૂપ ગાંધીને વાયનાડ મતવિસ્તાર માંથી સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

2005માં, વકીલ લીલી થોમસે એક એનજીઓ સાથે મળીને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8(4) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે કોઈપણ ધારાસભ્યને ત્રણ મહિનાની વિન્ડો પ્રદાન કરે છે. જે ઓછામાં ઓછા 2 વર્ષની જેલ સાથે દોષિત ઠરે છે. તેમજ તેમની સદસ્યતા ગેરલાયકા ઠર્યાની તારીખથી તે દોષિત ઉચ્ચ અદાલતમાં સજા સામે અપીલ દાખલ કરી શકે છે.

2013માં સુપ્રીમ કોર્ટે આ જોગવાઈને ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, “સંસદને કાયદાની કલમ 8 ની પેટા-કલમ (4) ઘડવાની કોઈ સત્તા નથી અને તે મુજબ કાયદાની કલમ 8 ની પેટા-કલમ (4) બંધારણની વિરુદ્ધ છે.” વધુમાં ઉમેર્યું હતું કે જો સંસદ અથવા રાજ્ય વિધાનસભાના કોઈપણ વર્તમાન સભ્ય કલમ 8, RPA ની પેટા-કલમ (1), (2), અને (3) હેઠળ કોઈપણ ગુના માટે દોષિત ઠરે છે, તો તેઓ ગેરલાયક ઠરશે. કોર્ટે ઉમેર્યું હતું કે દોષિત સંસદસભ્ય અથવા ધારાસભ્યનું સભ્યપદ હવે કલમ 8 (4) દ્વારા સુરક્ષિત રહેશે નહીં.

Fact Check / Verification

રાહુલ ગાંધીના વાયરલ તસ્વીર અને કેટલાક કીવર્ડ્સ સાથે ગુગલ સર્ચ કરતા અમને NDTV દ્વારા 16 ફેબ્રુઆરી, 2012ના પોસ્ટ એક વીડિયો રિપોર્ટ જોવા મળે છે. અહેવાલ અનુસાર, “બહુજન સમાજ પાર્ટી (BSP) અને સમાજવાદી પાર્ટી (SP) પર માત્ર વચનો ​​આપવાનો આરોપ લગાવતા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાગળના ટુકડા કર્યા હતા.

આ અંગે 15 ફેબ્રુઆરી, 2012ના રોજ ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ, રાહુલ ગાંધી સપા અને બસપા પર પ્રહાર કરતા કહી રહ્યા છે કે તેઓ વચન આપે છે કે વીજળી, પાણી અને રોજગાર આપશે અને જો રોજગાર નહીં આપે તો બેરોજગારી ભથ્થું આપશે. આ માત્ર વાયદાની યાદી છે.” તેમણે ચૂંટણી સભામાં પોતાની વાત પર ભાર મૂકવા માટે આ વચનો આપતો કાગળ ફાડી નાખ્યો.

અહીંયા સ્પષ્ટ થાય છે કે, રાહુલ ગાંધીની સંસદ સભ્યની ગેરલાયકાત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે મનમોહન સિંહ સરકારના વટહુકમને ફાડી નાખવાના દાવા સાથે જૂની તસ્વીર શેર કરવામાં આવી છે.

પણ શું ખરેખર રાહુલ ગાંધીએ આવો કોઈ વટહુકમ ફાડી નાખ્યો હતો?

બે કે તેથી વધુ વર્ષની જેલની સજા થાય ત્યારે સંસદ કે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો 2013માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તરત જ કેન્દ્રમાં તત્કાલીન યુપીએ સરકારે દોષિત ધારાસભ્યો અંગે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને નકારી કાઢવા માટે વટહુકમનો માર્ગ અપનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તેમની પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા વટહુકમને “સંપૂર્ણ બકવાસ” ગણાવતા તેની નિંદા કરી હતી. 27 સપ્ટેમ્બર, 2013 ના રોજ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે, “યુપીએ સરકાર મોટી શરમજનક સ્થિતિમાં, રાહુલ ગાંધીએ શુક્રવારે દોષિત ધારાસભ્યો પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને “સંપૂર્ણ બકવાસ” તરીકે નકારી કાઢવા માટે વિવાદાસ્પદ વટહુકમની જાહેરાત કરીને કહ્યું કે સરકારે જે કર્યું છે તે ખોટું છે.” વધુમાં, તેમની પાર્ટીના મહાસચિવ અજય માકનના મીટ-ધ-પ્રેસ કાર્યક્રમમાં આશ્ચર્યજનક દેખાવ કરીને, તેમણે કહ્યું કે વટહુકમને “ફાડીને ફેંકી દેવો જોઈએ.”

અમને આ પ્રેસ કોન્ફરન્સના વીડિયો ફૂટેજ પણ મળ્યા જ્યાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. વીડિયોમાં ગાંધી કહેતા સાંભળવા મળે છે કે, “હું તમને કહીશ કે વટહુકમ પર મારો શું અભિપ્રાય છે. વટહુકમ પર મારો અભિપ્રાય એ છે કે તે સંપૂર્ણ બકવાસ છે, અને તેને ફાડીને ફેંકી દેવો જોઈએ. એ મારો અંગત અભિપ્રાય છે.”

2013માં વટહુકમની નિંદા કરતા ગાંધીના આઘાતજનક નિવેદન પર બહુવિધ સમાચાર આઉટલેટ્સે અહેવાલ પ્રકાશિત કર્યા હતા. આ અહેવાલો અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ મામલે અંતે, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી હોવા છતાં વટહુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જે કારણે હાલમાં માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થતા તેમની સંસદ પદ ગરેલાયક ઠેરવાયું છે.

Conclusion

રાહુલ ગાંધીએ RPAની કલમ 8(4)ને સ્ટ્રાઇક કરતા 2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને નકારી કાઢવાના વટહુકમને વખોડ્યો હતો, 2012ની ચૂંટણી રેલીના રાહુલ ગાંધીની તસ્વીરને ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.

Result : False

Our Source

Report By India Today, Dated February 15, 2012
Report By Economic Times, Dated September 27, 2013
YouTube Video By NDTV, Dated September 27, 2013

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular