Authors
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં તે એક છોકરી સાથે જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અમૂલ્યા નોરોન્હા છે, જેણે CAA-NRC વિરોધ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા.
ફેસબુક યુઝર્સ “આ એ જ છોકરી છે જેણે ઓવૈસીના મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને ઓવૈસી તેને મંચ ઉપર થી ભગાડી હતી” ટાઇટલ સાથે તસ્વીર શેર કરી રહ્યા છે. તસ્વીરમાં એક તરફ રાહુલ ગાંધી અને એક યુવતી જોવા મળે છે, જયારે બીજી તસ્વીરમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જ યુવતીએ ઓવૈસીની સભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવ્યા હતા.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસની આ 3750 કિલોમીટર લાંબી યાત્રા તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈને જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. આ મુલાકાતને લઈને ઘણા અન્ય દાવાઓ પણ શેર કરવામાં આવ્યા હતા જે અંગે ન્યૂઝચેકર દ્વારા ફેકટચેક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
CAA-NRC વિરોધ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવનાર યુવતી સાથે રાહુલ ગાંધીની વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ એજ સર્ચ કરવા પર અમને 24 સપ્ટેમ્બરે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલનું એક ટ્વિટ જોવા છે. જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને લખ્યું હતું કે ભાજપના લોકો ભ્રામક દાવાઓ ફેલાવી રહ્યા છે. તેણે લખ્યું કે વાયરલ તસવીરમાં રાહુલ ગાંધી સાથે દેખાતી મહિલા ‘મીવા જોલી’ છે. નોંધનીય છે કે KSU એરાનાકુલમની જિલ્લા સચિવ છે.
મળતી માહિતીના આધારે અમને ફેસબુક પર મીવા જોલીની પ્રોફાઈલ જોવા મળે છે. તેણીએ બે દિવસ પહેલા પોતાના ફેસબુક પ્રોફાઈલ પરથી રાહુલ ગાંધી સાથેની પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી. જે તસ્વીર હાલમાં સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહી છે.
ઉપરાંત, મિયા જોલીએ આ તસ્વીરને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ શેર કરી છે. તેમજ રાહુલ ગાંધીએ 21 સપ્ટેમ્બરે કરેલી ફેસબુક પોસ્ટમાં મિયા જોલી સાથેની તેમની તસ્વીર પણ જોઈ શકાય છે .
પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર અમૂલ્યા કોણ છે?
ફેબ્રુઆરી 2020માં અમૂલ્યા લિયોના CAA-NRC એક્ટ વિરુદ્ધ બેંગલુરુમાં આયોજિત એક રેલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવીને ચર્ચામાં આવી હતી. આ રેલીમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ મંચ પર હાજર હતા. બીબીસીના અહેવાલ અનુસાર, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાંભળીને રેલીના આયોજકો અને ઓવૈસી અમૂલ્યા પાસેથી માઈક છીનવી લેવા માટે દોડ્યા હતા. પરંતુ આ પછી પણ તે પોતાની જગ્યાએ ઉભી રહી અને સૂત્રોચ્ચાર કરી રહી હતી.
દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ, 19 વર્ષીય અમૂલ્યાની આ ઘટના બાદ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. તેના પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો. જયારે, અમર ઉજાલા દ્વારા જૂન 2020 માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કોર્ટે રાજ્ય દ્વારા નિર્ધારિત સમયની અંદર ચાર્જશીટ દાખલ ન કરવા બદલ અમૂલ્યાને જામીન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ન્યૂઝચેકરે મીવા જોલીનો વાયરલ સોશ્યલ મીડિયા પોસ્ટ અંગે તેમનો પ્રતિસાદ જાણવા સંપર્ક કર્યો છે. વધુ માહિતી સાથે અહેવાલ અપડેટ કરવામાં આવશે.
Conclusion
CAA-NRC વિરોધ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવનાર યુવતી સાથે રાહુલ ગાંધી સાથે હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવનાર યુવતી અમૂલ્યા લિયોના છે, જયારે રાહુલ ગાંધી સાથે જોવા મળતી યુવતી મિયા જોલી આ બન્ને અલગ વ્યક્તિ છે. સોશ્યલ મીડિયા પોસ્ટ ભારામક દાવા સાથે ભારત જોડો યાત્રાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.
Result : False
Our Source
Tweet by Congress Rajyasabha MP KC Venugopal
Facebook & Instagram Post by Miy Jolly
Facebook Post by Rahul Gnadhi on September 21, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044