Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ગૌસ મોહમ્મદ અને મોહમ્મદ રિયાઝ અંસારીએ, પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ નિવેદન આપનાર ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માની તરફેણમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા પછી, કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, અને ઉદયપુરમાં નોંધપાત્ર વિરોધ થતાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી. આ ઘટના ના સંદર્ભમાં રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જ્યાં તેઓ કહી રહ્યા છે કે ઉદયપુરની ઘટના ના આરોપીઓ બાળકો છે તેને માફ કરી દેવા જોઈએ
આ વિડીયો ભ્રામક દાવા સાથે ઝી ન્યૂઝ દ્વારા તેમના શો ‘DNA‘ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. Zee News દ્વારા પ્રસારિત કરવામાં આવેલ વિડિયો નીચે જોઈ શકાય છે. જો..કે ત્યારબાદ આ વિડીયો ભ્રામક હોવાની જાણકારી આપતા ઝી ન્યૂઝ દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. આ ક્રમમાં સોશ્યલ મીડિયા યુઝર્સ “ઉદયપુરની ઘટના ના આરોપીઓ બાળકો છે તેને માફ કરી દેવા જોઈએ મારા મન મા આના પ્રત્યે કોઇ ગુસ્સો નથી.(ભાવી પ્રધાનમંત્રી ) શ્રી શ્રી શ્રી રાહુલ ગાંધી જી” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
આ ભ્રામક દાવા પર Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા 6 જુલાઈના પ્રકાશિત કરવામાં આવેલ છે, વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો
Fact check / Verification
ઉદયપુર ની ઘટના ના આરોપીઓ બાળકો છે તેને માફ કરી દેવા જોઈએ ટાઇટલ સાથે વાયરલ થયેલ રાહુલ ગાંધીના વિડીયોના કી-ફ્રેમ્સ પર રિવર્સ સર્ચ કરતા મનોરમા ન્યૂઝ દ્વારા 1 જુલાઈ, 2022ના રોજ Youtube ચૅનલ પર અપલોડ કરવામાં આવેલ વીડિયો જોવા મળ્યો.
વીડિયોમાં એક પત્રકાર ગાંધીને સવાલ કરે છે કે જ્યારે તેઓ તેમની તોડફોડ કરાયેલી મતવિસ્તારની ઓફિસમાં ગયા ત્યારે તેમણે શું જોયું. રાહુલ ગાંધીએ જવાબ આપ્યો, “પ્રથમ અને સૌથી અગત્યનું, તે મારી ઓફિસ છે, પરંતુ તે મારી ઓફિસ પહેલા વાયનાડના લોકોની ઓફિસ પણ છે. આ વાયનાડ લોકો માટે પ્રતિનિધિ મંડળ છે. તે ખરેખર આઘાતજનક બાબત હતી. હિંસા માત્ર મુદ્દાઓને વધુ વધારશે અને ક્યારેય ઉકેલ આપશે નહીં. જે બાળકોએ આ કર્યું, તેઓ પોતે બાળકો હતા, તેઓએ બેજવાબદારીપૂર્વક વર્તન કર્યું છે, આમ કરવું એ યોગ્ય બાબત નથી. પરંતુ, તેમની સાથે કોઈ દુશ્મની ન રાખતા તેમને માફ કરી દેવા જોઈએ”
વાયરલ વીડિયોને રાહુલ ગાંધીના સત્તાવાર ફેસબુક પેજ પર પણ ‘દેશમાં ગુસ્સો અને નફરતનું વાતાવરણ શાસક વ્યવસ્થા – વડા પ્રધાન, ગૃહ પ્રધાન, ભાજપ અને RSS દ્વારા બનાવવામાં આવ્યું છે‘ કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી નફરત અને ગુસ્સાથી સમસ્યાઓ ઉકેલવામાં માનતી નથી. અમે બે સમુદાયો વચ્ચે સેતુ બાંધીએ છીએ. અમે લોકોને એક સાથે લાવીશું અને અમે આમ કરતા રહીશું.’
આ ઘટના અંગે ઈન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ ‘રાહુલ ગાંધીએ તોડફોડ કરેલી વાયનાડ ઓફિસની મુલાકાત લીધી’ હેડલાઈન સાથે જોવા મળે છે. SFI દ્વારા તોડફોડ કરવામાં આવેલ કેરળના વાયનાડમાં તેમના કોંગ્રેસ એમપી કાર્યાલયની મુલાકાત લીધા પછી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તેમને તેના પર કોઈ દુશ્મનાવટ કે ગુસ્સો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, “હું અહીં કામ કરું છું. પરંતુ મારી ઓફિસ હતી તે પહેલા આ વાયનાડ લોકોની ઓફિસ હતી. ઓફિસ પર હુમલો ખૂબ જ ખેદજનક છે. હિંસા ક્યારેય સમસ્યાનો ઉકેલ નથી. તેઓએ આવી બેદરકારીભર્યું વર્તન ન કરવું જોઈએ. હું તેમના પ્રત્યે કોઈ રોષ કે દ્વેષ રાખતો નથી.” તેમણે SFI અથવા CPI(M) નો ઉલ્લેખ કર્યા વિના એમ પણ કહ્યું, “તેઓ બાળકો છે અને તેમના વર્તનની અસરને તેઓ સમજતા નથી.”
Conclusion
ઉદયપુરની ઘટના ના આરોપીઓ બાળકો છે તેને માફ કરી દેવા જોઈએ ટાઇટલ સાથે વાયરલ થયેલ રાહુલ ગાંધીના વિડીયો 1 જુલાઈના વાયનાડમાં તેમના કોંગ્રેસ કાર્યાલયમાં થયેલ તોડફોડ બાદ મુલાકાત લીધી હતી જે સમયે મીડિયાને સંબોધતા ગાંધીએ કહ્યું હતું કે “બંને આરોપીઓ બાળક છે તેમની સાથે કોઈ દુશ્મની ન રાખતા તેમને માફ કરી દેવા જોઈએ.” સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને ઉદયપુરમાં નૂપુર શર્મા અને દરજી કન્હૈયાલાલની હત્યાના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Youtube video by channel Manorama News
Facebook video by Rahul Gandhi Official page
Indian Express report, Rahul Gandhi visits vandalised Wayanad office, says act unfortunate but he isn’t angry, (1st July, 2022)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.