Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ બોલિવૂડ કલાકારોને સતત ઘેરી રહ્યો છે. યુઝર્સ બોલિવૂડ હસ્તીઓ પર સાંસ્કૃતિક પતન અને નવા કલાકારોને સમાન તક ન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. આ ક્રમમાં યુઝર્સ એક વીડિયો શેર કરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હતો.
આ પણ વાંચો : ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
રણબીર કપૂર સેલ્ફી લેતા ફેનનો ફોન ફેંકી દીધો હોવાના વીડિયો અંગે ગુગલ સર્ચ કરતા અમને 28 જાન્યુઆરી, 2023ના રોજ ટ્વિટર હેન્ડલ રણબીર કપૂર યુનિવર્સ દ્વારા શેર કરવામાં આવેલ એક ટ્વીટ જોવા મળે છે, જેમાં વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યો છે, સાથે જ આ OPPO રેનો ફોનની જાહેરાત હોવાની જાણકારી આપવામાં આવેલ છે.
વધુ તપાસ કરવા પર, અમને 28 અને 29 જાન્યુઆરી, 2023ના રોજ OPPO ઇન્ડિયાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલી બે ટ્વીટ્સ જોવા મળી, જેમાં વાયરલ વીડિયોને OPPO RENO 8T નામના ફોનની જાહેરાત તરીકે વર્ણવવામાં આવેલ છે.
આ ઉપરાંત, OPPO ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર દમયંત સિંહ ખાનોરિયાએ પણ કંપનીની નવી પ્રોડક્ટ OPPO RENO 8Tનો આ વીડિયો શેર કર્યો છે. વિડિયો જોતા સ્પષ્ટ થાય છે કે ફોન ફેંક્યા બાદ રણબીરે છોકરાને નવો Oppo ફોન આપ્યો અને તેની સાથે એક સેલ્ફી પણ લીધી હતી.
રણબીર કપૂરે સેલ્ફી લેનાર ફેનનો ફોન ફેંકી દીધો હોવાનો દાવો ભ્રામક છે. વાસ્તવમાં વાયરલ વીડિયો OPPO ઇન્ડિયાની નવી પ્રોડક્ટ OPPO RENO 8T ફોનની જાહેરાતનો છે. મોબાઈલ ફોનની જાહેરાતના વિડીયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Our Source
Tweets shared by OPPO India on 28 and 29.0123
Instagram video shared by OPPO India on 28.01.23
YouTube video published by OPPO India on 28.01.23
Tweet shared by OPPO India CMO Damyant Singh Khanoria on 29.01.23
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044