Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
રાહુલ ગાંધીના એક ભાષણને લઇ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, આ સાથે સંસદમાં પણ ભાજપ મંત્રીઓ દ્વારા આ મુદ્દે ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી દ્વારા ભાષણમાં મેક ઈન ઇન્ડિયા ને રેપ ઈન ઇન્ડિયા કહેતા આ વિવાદ સર્જાયો છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર રાહુલ ગાંધી માફી માંગે આ પ્રકારે પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. ઝારખંડની એક સભામાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર અને ભાજપ સરકાર પર આકાર પ્રહાર કર્યા હતા, આ ભાષણમાં દેશમાં ચાલી રહેલા બળાત્કારના મુદ્દે સરકારની અવગણના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી. જયારે મેક ઈન ઇન્ડિયા પ્રોજેક્ટને રેપ ઈન ઇન્ડિયા કહેતા આ વિવાદ સર્જ્યો છે, જે મુદ્દે સંસદમાં ભાજપના અનેક મંત્રીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો અને રાહુલ ગાંધી માફી માંગે તેવી અપીલ કરી હતી.
ફેસબુક પર ગુજરાતના એક ધારાસભ્ય અમિત ચૌધરીના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરવામાં આવી છે, આ પોસ્ટમાં રાહુલ ગાંધીના આ ભાષણને નીચ માનસિકતા કહેવામાં આવી છે. આ સાથે BJP4INDIA નામના ટ્વીટર એકાઉન્ટ પરથી સ્મૃતિ ઈરાની દ્વારા સંસદમાં આ મુદ્દાને કઈ રીતે રજૂ કરવામાં આવ્યો છે તેનો વિડિઓ સાથે “इतिहास में पहली बार हुआ कि गांधी खानदान का बेटा सरेआम कहता हो, आओ भारत में बलात्कार करो। क्या राहुल गांधी कह रहे हैं कि भारत में हर पुरुष रेप करना चाहता है? क्या राहुल गांधी का देश की जनता को संदेश है कि महिलाओं का रेप होना चाहिए?: श्रीमती” આ પ્રકારે દાવો કરવામાં આવ્યો છે.
इतिहास में पहली बार हुआ कि गांधी खानदान का बेटा सरेआम कहता हो, आओ भारत में बलात्कार करो।
क्या राहुल गांधी कह रहे हैं कि भारत में हर पुरुष रेप करना चाहता है?
क्या राहुल गांधी का देश की जनता को संदेश है कि महिलाओं का रेप होना चाहिए?: श्रीमती @smritiirani #IndiansAreNotRapists pic.twitter.com/SMDmN8GWHE
— BJP (@BJP4India) December 13, 2019
આ ઉપરાંત યુટ્યુબ પર પણ સ્મૃતિ ઈરાની દ્વારા સંસદમાં આ મુદ્દે રાહુલ ગાંધી પર આરોપ લગાવતો વિડિઓ જોવા મળે છે, જેમાં સ્મૃતિ ઈરાનીના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીએ દેશની તમામ મહિલાઓનો રેપ થવો જોઈએ, આ છે ગાંધી પરિવારનો દીકરો જે મહિલાઓની ઈજ્જત આ પ્રકારે કરે છે. આ ઉપરાંત રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ ભાષણનો વિડિઓ પણ જોવા મળે છે, જેમાં રાહુલ ગાંધી રેપની ઘટના વિષે ભાષણ આપી રહ્યા છે અને તેમાં તે રેપ ઈન ઇનિડયા શબ્દનો ઉપયોગ કરે છે.
જયારે સંસદમાં આ મુદાને લઇ સ્મૃતિ ઈરાનીએ માફી માંગવા અંગે રજૂઆત કરી ત્યારે આ વાતની સત્યતા તપાસની જરૂર જણાઈ છે. જયારે ટ્વીટર પર રાહુલ ગાંધીના એકાઉન્ટ પરથી 12 ડિસેમ્બરના એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં નરેન્દ્ર મોદીનો ભાષણ આપતો વિડિઓ પબ્લિશ કરવામાં આવે છે. આ વિડિઓ 2013ની એક રેલી દરમિયાન હાલના વડાપ્રધાન દ્વારા બળાત્કાર મુદ્દે કોંગ્રેસ સરકાર પર આરોપો લગાવી રહ્યા હતા. આ ભાષણમાં પ્રધાન મોદીજી દ્વારા પણ દિલ્હીને રેપ કેપિટલ કહેવમાં આવ્યું છે.
Modi should apologise.
1. For burning the North East.
2. For destroying India’s economy.
3. For this speech, a clip of which I’m attaching. pic.twitter.com/KgPU8dpmrE
— Rahul Gandhi (@RahulGandhi) December 13, 2019
આ સાથે ઝારખંડની જે સભાની વાત થઇ રહી છે, તે સભાની વિડિઓ પણ કોંગ્રેસ IT CELL દ્વારા યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવ્યો છે. જે વિડિઓ જોતા સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલ તમામ આરોપ ખોટા સાબિત થાય છે.
વાયરલ પોસ્ટની તપાસ દરમિયાન મળતા પરિણામો પરથી સાબિત થાય છે કે સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલ આરોપ લોકોને ભ્રમિત કરવા માટે કરવામાં આવ્યા છે, જયારે કોઈપણ સરકાર હોય વિપક્ષમાં બેસી તે સરકાર પર આરોપ લગાવે જ છે. રાહુલ ગાંધી દ્વારા હાલમાં દેશમાં ચાલી રહેલા બળાત્કારના મુદ્દે સરકાર અને તેની યોજના પર કટાક્ષ કરી રહ્યા છે. સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલ આરોપ પ્રમાણે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
TOOLS :-
GOOGLE SEARCH
GOOGLE KEYWORD SEARCH
YOUTUBE SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક માહિતી (misleading-allegations)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025