યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોના સમાચાર બાદ ભારત દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. યુક્રેનમાં ફસાયેલ ભારતીય નાગરિકો ત્રિરંગો હાથમાં પકડીને નીકળી રહ્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો સંદર્ભે એક તસ્વીર શેર કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત માર્ગ માટે તેમના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું છે.

ફેસબુક પર રશિયન ડિફેન્સ આર્મી જનરલની તસ્વીર શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે “રશિયાએ યુક્રેનમાં અટવાયેલા ભારતીય નાગરિકોને સલામત માર્ગ માટે પોતાના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું, રશિયન આર્મી તેમને સલામત સ્થળ સુધી પહોંચવા માટે મદદ કરશે.”

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સંદર્ભે અનેક પ્રકારે ભ્રામક વિડિઓ અને તસ્વીર વાયર થયેલ છે, જે અંગે Newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact check / Verification
રશિયાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત સ્થળાંતર માટે તેમના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરને ગૂગલ રિવર્સ સર્ચ કરત જાણવા મળે છે કે વાયરલ તસ્વીરમાં રશિયાના સંરક્ષણ મંત્રી જનરલ સર્ગેઈ શોઇગુ છે. જયારે, વાયરલ દાવા અંગે રશિયાના સંરક્ષણ વિભાગની વેબસાઈટ પર પણ કોઈ માહિતી જોવા મળતી નથી.
આ ઉપરાંત, અમે રશિયાના વિદેશ મંત્રાલયની વેબસાઇટ અને ઓફિશ્યલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કરતા પણ વાયરલ દાવા સંબંધિત કોઈ માહિતી જોવા મળતી નથી. પરંતુ, ઇન્ડિયન એમ્બેસીના ટ્વીટર એકાઉન્ટ પર યુક્રેનમાં ફસયેલા ભારતીય નાગરિકો માટે જાહેર કરાયેલ એડવાઈઝરી જોવા મળે છે.
જાહેર કરવામાં આવેલ એડવાઈઝરી મુજબ, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ફસાયેલા તમામ ભારતીયોને પોલેન્ડ, રોમાનિયા અને હંગેરીની સરહદે આવેલા યુક્રેનના ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે તેમના વાહનો પર ત્રિરંગો ચોંટાડવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત ભારતીય નાગરિકોને તેમનો પાસપોર્ટ, જરૂરી ખર્ચ માટે રોકડ અને જરૂરી વસ્તુઓ સાથે રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.
વધુમાં, 26 ફેબ્રુઆરી 2022 ના રોજ ANI દ્વારા કરવામાં આવેલ ટ્વિટ અનુસાર , કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે, “અમે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને તેઓ જે વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે તેના પર ભારતીય ધ્વજ લગાવવા કહ્યું છે. અમે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના સુરક્ષિત વાપસી માટે વિવિધ વ્યવસ્થા કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારત સરકાર દ્વારા “ઓપરેશન ગંગા” શરૂ કરવામાં આવેલ છે, તેમજ ટ્વીટર એકાઉન્ટ પણ બનાવવામાં આવેલ છે, જ્યાં તમામ હેલ્પ લાઈન નંબર આપવામાં આવેલ છે.
Conclusion
રશિયાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત માર્ગ માટે તેમના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારતીય દૂતાવાસ દ્વારા સલામત માર્ગ માટે તેમના વાહનો પર ત્રિરંગો લગાવવાની સલાહ આપવામાં આવી છે. રશિયન આર્મી તરફથી વાહનો પર ત્રિરંગો લગાવવા અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.
Result :- Misleading/Partly False
Our Source
Twitter Account of Indian Embassy
Twitter Account of ANI
Russian Defense Website
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044