ક્લેમ :-
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ સાથે, રિલાયન્સ પેમેન્ટ બેંક એટલે કે આરપીબી ભાગીદાર બનશે. ડિસેમ્બરથી રિલાયન્સ કંપની સ્ટેટ બેંકના સહયોગથી તેની બેંકનું સંચાલન કરશે.
રિલાયન્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દેશની સૌથી મોટી કોર્પોરેટ સમૂહ અને સૌથી મોટી બેંક સાથે હાથ મિલાવ્યા બાદ દેશની બેંકિંગ લેન્ડસ્કેપ બદલાશે. અમે દેશના ગ્રાહકોને સસ્તી મોબાઇલ સેવા પણ પ્રદાન કરી છે. શરતો મુજબ, આરઆઈએલ 70 ટકા ઇક્વિટી રોકાણ સાથે પ્રમોટર હશે, જેમાં એસબીઆઈનો હિસ્સો ફક્ત 30 ટકા રહેશે.
વેરીફીકેશન :-
વોટ્સએપ યુનિવર્સીટીમાં કેટલાક દિવસોથી આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે SBI પોતાની હિસ્સેદારી રિલાયન્સના ગ્રુપને વહેચી રહી છે. જેમાં રિલાયન્સ ગ્રુપની હિસ્સેદારી 70% રહશે અને SBI માત્ર 30%માં રહેશે.
આપને જણાવી દઈએ કે SBI વિશ્વની 50 ટોપ બેંકમાં સામેલ છે. જે ભારત માટે ગૌરવની વાત છે, તેમજ ભારતના સરકારી હિસાબોમાં લગભગ 80% જેટલા કામો SBI દ્વારા થાય છે.
આ દાવાની તપાસ માટે અમે ગુગલ કીવર્ડની મદદથી શોધવાનો પ્રયાસ કર્યો છે, જેમાં ઓગસ્ટ 2018ના રોજ પ્રકાશિત થયેલી ખબરો જોવા મળી. આ ખબરો અનુસાર રિલાયન્સે 2018માં SBI સાથે માત્ર ડીજીટલ પેમેન્ટ માટે કરાર કર્યા હતા, MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
જયારે ટ્વીટર અને ફેસબુક પર અમે આ માહિતી માટે શોધખોળ શરુ કરી ત્યારે 2018ના રોજ પોસ્ટ કરવામાં આવેલી તમામ ખબરો જોવા મળી જેમાં SBIની હિસ્સેદારી વેચાણ અંગે કોઇપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, માત્ર ડિજીટલ પેમેન્ટ માટે કરાર કરવામાં આવ્યા છે.
આ મુદા પર વધુ તપાસ કરતા SBI દ્વારા પ્રકાશિત કરાયેલ પ્રેસ રિલીઝ મળી આવી છે, જે 2-ઓગસ્ટ-2018ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, SBI માત્ર પેમેન્ટ બેંકની સુવિધા જીઓ સાથે આપશે. ડિજીટલ પેમેન્ટ (SBIYONO)ની જાહેરાત કરવામાં આવી છે.
વોટ્સએપ પર વાયરલ થઈ રહેલ મેસેજ જેમાં દાવો કરવામાં આવ્યો છે કે SBI પોતાની હિસ્સેદારી વહેચી રહી છે રિલાયન્સ ગ્રુપને આ એક ભ્રામક ખબર છે ખોટા દાવા સાથે જેને વોટ્સએપ પર વાયરલ કરવામાં આવી રહી છે.
વાપરવામાં આવેલા ટુલ્સ :
ગુગલ એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
પરિણામ :- ભ્રામક દાવો (ફેક્ન્યુઝ)
( નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો [email protected]schecker.in )