ક્લેમ :-
સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં “America’s Got Talent” નામના શો પર ભારતીય જવાનોના સન્માન માટે ભારતીય ગીત પર ડાન્સ પર્ફોમન્સ આપે છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ FACEBOOK પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં “America’s Got Talent“ના મંચ પરથી એક ડાન્સ ગ્રુપ દ્વારા ભારતીય સૈનિકોને સન્માન આપવા માટે ભારતીય ગીત પર ડાન્સ પર્ફોમન્સ આપ્યું છે.
વાયરલ પોસ્ટમાં વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે, “અમેરિકા ના એક ટેલેન્ટ શો માં ભારત દેશ ના વીર જવાનો ના ગીત ઉપર એક ખુબ જ સરસ ડાન્સ ..અમેરિકા માં અને ત્યાં ના એક શો માં જે આ લોકો એ ભારત દેશ ને માન , સન્માન સહ આ વીર જવાનો ના ગીત પર તેની કલા રજુ કરી , તે બદલ હું એક ભારત દેશ ના નાગરિક તરીકે એ લોકો નો ખુબ ખુબ આભાર માનું છું”
જયારે આ વિડિઓને સત્યતા તપાસવાની જરૂર જણાઈ ત્યારે અમે આ વિડિઓને કેટલાક ટુલ્સ વડે સર્ચ કરતા અને ગુગલના મદદ વડે રિવર્સ ઇમેજ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળ્યા જેમાં આ વાયરલ પોસ્ટ પ્રમાણે વિડિઓ શેયર કરવામાં આવ્યો છે. આ વિડિઓને અલગ-અલગ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ ભાષામાં વાયરલ કરવામાં આવ્યો છે.
જયારે યુટ્યુબ પર “Got Talent Global” નામના ચેનલ પર દુનિયાભરમાં થનારા ગોટ ટેલેન્ટ પ્રોગામના વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યા છે. જયારે વિડિઓના અંદર “America’s Got Talent” દ્વારા 31 મે 2018ના રોજ પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે વિડિઓ પરથી સાબિત થાય છે કે આ ડાન્સ પર્ફોમન્સના અંદર ભારતીય ગીત પર અને ભારતીય સૈનિકોને સન્માન આપવા માટે નથી કરાયેલ.
વાયરલ વિડિઓ ને લઇ કરવામાં આવેલ તમામ દાવાઓ અહીંયા સર્ચ કરતા મળતા પરિણામો દ્વારા ખોટા સાબિત થાય છે. વિડિઓમાં જે ભારતીય ગીત સંભળાય રહ્યું છે, તે વિડિઓને એડિટ કરવામાં આવ્યો છે અને તેના તથ્યો સાથે ચેડા કરવામાં આવી છે. ત્યારબાદ તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ વિડિઓને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
TOOLS:-
GOOGLE IMAGES
GOOGLE SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક વિડિઓ (FAKE NEWS & VIDEO)
(કોઈપણ શંકાસ્પદ,વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો [email protected])