Friday, December 5, 2025

Crime

સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રીનો મિત્ર હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

banner_image

સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો મિત્ર છે. વાયરલ તસવીરમાં “ગોલ્ડી ગોલ્ડી બરાર” નામની વ્યક્તિની ફેસબુક પોસ્ટ જોઈ શકાય છે. પોસ્ટમાં ભગવંત માન સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે “અભિનંદન CM સાબ”.

સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર
Image Courtesy : Facebook / Hindustani Yodhha

આ તસવીર ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહી છે . સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીર દ્વારા ભગવંત માન અને આમ આદમી પાર્ટી પર સવાલ કરી રહ્યા છે કે મુસેવાલાના હત્યારા પંજાબના મુખ્યમંત્રીની નજીક છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર
Image Courtesy : Facebook /Jaydipsinh Mahida

નોંધનીય છે કે 29 મે 2022ના રોજ પંજાબના માનસામાં સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યાના થોડા સમય બાદ સમાચાર આવ્યા કે કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી ગોલ્ડી બરારે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. ગોલ્ડી બરાર તિહાર જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈ નામના અન્ય ગેંગસ્ટરની નજીક છે. મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ આવી રહ્યું છે. આ ક્રમમાં સોશસયલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીરમાં જોવા મળતો વ્યક્તિ મુંસેવાલાની હત્યાના આરોપી ગોલ્ડી બરાર છે.

Fact Check / Verification

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો મિત્ર હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે ગુગલ સર્ચ કરતા ‘ગોલ્ડી બરાર’ નામના આ વ્યક્તિની ફેસબુક પ્રોફાઇલ મળી આવી હતી, જ્યાં 10 માર્ચે વાયરલ થયેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ ફેસબુક એકાઉન્ટ પરથી ગોલ્ડી બરારે રવિવારે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ જણાવી રહ્યા છે કે મુખ્યમંત્રી સાથેની તેમની તસ્વીરનો સોશિયલ મીડિયા પર દુરુપયોગ થઈ રહ્યો છે. ગોલ્ડી વીડિયોમાં સ્પષ્ટતા કરી રહ્યા છે કે તેઓ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર નથી. એક જ નામ હોવાનો ફાયદો ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વોએ આ તસ્વીર સાથે ખોટી માહિતી સાથે શેર કરી છે.

અમે આ વિશે ગોલ્ડીના ભાઈ નવી કંબોજ સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે ગોલ્ડીએ પંજાબમાં આમ આદમી પાર્ટી માટે કામ કર્યું છે. ગોલ્ડીએ પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામના દિવસે વાયરલ થયેલ તસ્વીર શેર કરી હતી, જ્યારે ભગવંત માનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ સાથે, ઇન્ડિયા ટુડે અને એનડીટીવી દ્વારા એક વ્યક્તિની તસ્વીરનો ઉપયોગ ગેંગસ્ટર ગોલ્ડી બરાર તરીકે કર્યો છે, જે મુસેવાલાની હત્યાનો આરોપી છે. આ સમાચારોમાં હાજર “ગોલ્ડી બરાર”ની તસવીર અને વાયરલ તસવીરમાં દેખાતા ગોલ્ડી બરારના ચહેરા વચ્ચે સ્પષ્ટ તફાવત જોઈ શકાય છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર

ન્યૂઝચેકર દ્વારા આ અંગે આમ આદમી પાર્ટી પંજાબના મુખ્ય પ્રવક્તા માલવિંદર સિંહ કાંગ સાથે પણ વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે સીએમ માન સાથે જે વ્યક્તિ દેખાય છે તે મુંસેવાળા કેસનો આરોપી ગોલ્ડી બરાર નથી.

Conclusion

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો મિત્ર હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ વ્યક્તિ અન્ય ગોલ્ડી બરાર છે, જે એક સરખા નામ હોવાના કારણે સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Result : False Context/False

Our Source

Facebook post of Goldy Brar, uploaded on May 29, 2022
Quote of Chief Spokesperson of AAP Punjab Malvinder Singh Kang
Report of India Today published on May 29, 2022
Newschecker’s Photo Analysis


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,439

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage