26મી જાન્યુઆરીના હજારો વિદ્યાર્થીઓ બિહારના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને રેલ્વે ભરતી બોર્ડની પરીક્ષા પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો વિરોધ કર્યો હતો. જે વિવાદ અંગે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થયેલ છે, આ ક્રમમાં ફેસબુક પર વિધાર્થીઓ પર પોલીસ લાઠી ચાર્જ કરી રહી હોવાનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “અહીં હિન્દુ ખતરામાં છે અને આ લોકો ને નોકરીની પડી છે.” ટાઇટલ સાથે આ વિડિઓ 2 હજારથી વધુ લોકો દ્વારા શેર તેમજ 36 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં આંદોલન કરી રહેલા કેટલાક લોકો પર પોલીસ લાઠી ચાર્જ કરતી જોવા મળે છે, હાલ બિહાર રેલ્વે ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતા સંદર્ભે સોશ્યલ મીડિયા પર વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા મુદ્દે આંદોલન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Republic World અને IndiaTV દ્વારા ડિસેમ્બર 2019માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે મળતી માહિતી મુજબ લખનૌમાં પોલીસ સાથે CAA/NRC ધારાનો વિરોધ કરનારાઓની અથડામણ થતાં લાઠીચાર્જ કરવા ફરજ પડી હતી.
આ પણ વાંચો :-અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકી કેટલાક લોકો દ્વારા સુત્રોચાર કરી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
CAA/NRC એક્ટનો વિરોધ સમયે ઉત્તરપ્રદેશના લખનૌમાં થયેલ અથડામણ અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર The Indian Express અને પત્રકાર Saurabh Trivedi દ્વારા 2019માં કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ “લખનૌ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. શહેરમાં મધેગંજ અને સખંડા પોલીસ ચોકીઓમાં પણ ટોળાએ તોડફોડ કરી હતી.”
ઉપરાંત, Ahmedabad Police દ્વારા પણ 2019માં લખનૌમાં બનેલ ઘટના અમદાવાદના શાહઆલમ વિસ્તારના હોવાના ભ્રામક દાવા પર સ્પષ્ટતા આપતી ટ્વીટ પોસ્ટ કરવામાં આવેલ છે. નોંધનીય છે કે, વાયરલ વિડિઓ 2019થી અલગ-અલગ દાવાઓ સાથે અને ઘટનાઓ સાથે જોડીને સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.
Conclusion
હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા મુદ્દે આંદોલન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ 2019માં ઉત્તરપ્રદેશમાં બનેલ ઘટના છે. CAA/NRC એક્ટનો વિરોધ સમયે ઉત્તરપ્રદેશના લખનૌમાં થયેલ અથડામણના વિડિઓને હાલમાં બિહાર ભરતી પ્રક્રિયાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, આગાઉ આ વિડિઓ અમદાવાદના શાહઆલમ વિસ્તારનો હોવાના ભ્રામક દાવા સાથે પણ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044