સુરતની એક હોસ્પિટલમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાના દાવા સાથે એક વીડીદો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર આ વિડિઓ સુરતની નાનપુરા હોસ્પિટલ ખાતે એક પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાના દાવા સાથે ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાના સમાન દાવા સાથે કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સ તેમજ ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલ કોમી હિંસાનો ભ્રામક વિડિઓ વાયરલ
Fact Check / Verification
સુરતની એક હોસ્પિટલમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા TOI દ્વારા નવેમ્બર 2011ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, 11 નવેમ્બર 2011ના રોજ શહેરના એક IVF સેન્ટર દ્વારા 11 મહિલાઓના ઓપરેશન હાથ ધરીને એક જ દિવસે 11 બાળકોને જન્મ અપાવ્યો હતો.

શહેરની હોસ્પિટલમાં લગભગ 30 મહિલાઓએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા ગર્ભ ધારણ કર્યો હતો. તેમાંથી 11 યુગલો તારીખ 11-11-11ના રોજ પોતાના બાળકનો જન્મ ઇચ્છતા હતા. નોંધનીય છે કે આ ઓપરેશન ડો. પૂજા નડકરની અને ડો. પૂર્ણિમા નડકરની દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
જયારે સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઇન્ટરગ્રામ પર drbanuincedemirpence દ્વારા જુલાઈ 2018ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. પોસ્ટ સાથે તુર્કીશ ભાષામાં લખવામાં આવેલ કેપશન મુજબ, “જેટની ઝડપે બે ગાયનેક દ્વારા 6 બાળકોને જન્મ આપવામાં આવ્યો” આ પોસ્ટ પરથી સ્પષ્ટતા મળે છે કે, વાયરલ વિડિઓ 2018થી ઇન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે.

ઉપરાંત, સમાન વાયરલ વિડિઓના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા google, tineye અને yandex પર સમાન વિડિઓ પોસ્ટ અલગ-અલગ પ્લેટફોર્મ પર અવનવા કેપશન સાથે શેર કરવામાં આવેલ છે. જો..કે અહીંયા આ વાયરલ વિડિઓ ક્યાં સમયે અને કઈ જગ્યાએ લેવામાં આવેલ છે તે અંગે કોઈપણ સચોટ માહિતી જોવા મળતી નથી.
Conclusion
સુરતની એક હોસ્પિટલમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડિઓ ઘણા વર્ષોથી ઇન્ટરનેટ પર અલગ-અલગ ટાઇટલ સાથે શેર થઈ રહ્યો છે. સુરતમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
Result :- Fabricated Content / False
Our Source
Media Reports of TOI
Instagram User
Google Searches
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044