Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશિયલ મીડિયા પર એક વીડિઓ શેર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુસ્લિમ સમુદાયના સભ્યોએ દિલ્હીના જહાંગીરપુરીમાં પોલીસકર્મીને ધમકી આપી છે. વીડિયોમાં કેટલાક મુસ્લિમો પોલીસકર્મીને ધમકાવતા જોવા મળે છે.
વાયરલ વીડિયોને ટ્વીટ કરતાં સુદર્શન ન્યૂઝના પત્રકારે લખ્યું, “मुझसे वर्दी उतार के मिल ले… हालात यहां तक पहुँच चुके हैं. #DelhiRiots #Jahangirpuri.”
વાસ્તવમાં, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર શોભા યાત્રા દરમિયાન શનિવારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ બંને પક્ષો તરફથી પથ્થરમારો શરૂ થયો હતો. બીબીસીના અહેવાલ મુજબ , આ ઘટનામાં 8 પોલીસકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે સગીરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ દિલ્હીના જહાંગીરપુરીમાં પોલીસકર્મીને ધમકી આપી રહ્યા છે.
આ પણ વાંચો :- MPમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડનો ભ્રામક વિડિઓ વાયરલ
શું દિલ્હીના જહાંગીરપુરીમાં મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ પોલીસકર્મીને ધમકી આપી છે? દાવાની સત્યતા જાણવા માટે અમે વાયરલ વીડિયોને ધ્યાનથી જોયો. વીડિયોમાં જોવા મળેલા પોલીસકર્મીના હાથ પર લાગેલા બેજ પર મહારાષ્ટ્ર પોલીસ લખાયેલ જવા મળે છે.
આ માહિતીના આધારે અમે ‘મહારાષ્ટ્ર પોલીસને ધમકી’ કીવર્ડ ફેસબુક પર સર્ચ કરતા 24 સપ્ટેમ્બર, 2018 ના રોજ સોપાન જાધવ નામના યુઝર દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવેલ સમાન વીડિયો મળી આવે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “ચોપડા (જલગાંવ, મહારાષ્ટ્ર) બસ સ્ટેન્ડ પરની ઘટના.” આથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો દિલ્હીના જહાંગીરપુરીમાં તાજેતરમાં થયેલી હિંસાનો નથી, પરંતુ ચાર વર્ષ પહેલાથી ઈન્ટરનેટ પર હાજર છે.
ન્યૂઝચેકરે તપાસ દરમિયાન મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા (સિટી) પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જ્યાં સંદીપ રાવ પાટીલે કહ્યું, “સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જલગાંવ જિલ્લાના ચોપરા બસ સ્ટેન્ડનો છે. વીડિયોમાં દેખાતા પોલીસકર્મીનું નામ શ્રીકાંત ગાંગુર્ડે છે. ત્યારબાદ અમે સંદીપ રાવ પાટીલની મદદથી શ્રીકાંત ગાંગુર્ડેનો સંપર્ક કર્યો.
શ્રીકાંત ગાંગુર્ડેના જણાવ્યા અનુસાર “આ ઘટના સપ્ટેમ્બર 2018 માં બની હતી, જ્યારે તેઓ જલગાંવના ચોપડા (સિટી) પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે પોસ્ટેડ હતા. ગાંગુર્ડેએ કહ્યું કે જે સમયે હું ચોપડા બસ સ્ટેન્ડ પર ઉભો હતો. ત્યાં એક વ્યક્તિએ પોતાનું વાહન પાર્ક કર્યું હતું, જેના કારણે ઘણા નાગરિકોને ત્યાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મેં તે માણસને તેનું વાહન ત્યાંથી હટાવવા કહ્યું, જે તે માન્ય નહોતું અને અમે દલીલ કરવાનું શરૂ કર્યું. આ મામલામાં આઈપીસીની કલમ 353 હેઠળ ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી બેનું એક વર્ષ પહેલા મોત થઈ ગયું છે. આ એ જ બે માણસો છે જેમને તમે વિડિયોમાં જોઈ શકો છો કે મને સામેથી ધમકાવતા હતા.
તેણે એમ પણ ઉમેર્યું, “તમે YouTube પર ‘મિયા ભાઈ કી ડેરિંગ’ સર્ચ કરીને આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો જોઈ શકો છો.”
દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા તરીકે શેર કરવામાં આવેલો આ વીડિયો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો છે. હનુમાન જ્યંતીના દિવસે દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલ હિંસા સમયે મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ પોલીસકર્મીને ધમકી આપી હોવાના ભ્રામક દાવા સાથે 2018માં મહારાષ્ટ્રના જલગાઉં ખાતે બનેલ ઘટનાનો વિડિઓ વાયરલ કરવામાં આવેલ છે.
Our Source
Facebook Video Uploaded on 24 September 2018
Direct Quote from Shrikant Gargunde
Youtube Video Uploaded on 7 October 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Komal Singh
December 17, 2024
Vasudha Beri
November 21, 2024
Komal Singh
November 19, 2024