સરકાર એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવા જઈ રહી છે, આ ક્રમમાં ખાનગી કંપનીઓ દ્વારા બીડ લગાવવામાં આવી છે. એર ઇન્ડિયા ખરીદવા માટે સ્પાઇસ જેટ અને ટાટા સન્સ દ્વારા ભરવામાં આવેલ બીડ વચ્ચે હરીફાઈ હોવા અંગે સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે. જયારે ફેસબુક અને કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે ટાટા ગ્રુપે સૌથી ઉંચી બોલી લગાવીને એર ઇન્ડિયા ખરીદી લીધું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ન્યુઝ સંસ્થાન ગુજરાત સમાચાર, ETV ગુજરાતી અને અકિલા ન્યુઝ દ્વારા “ટાટા ગ્રૂપ સરકારી એરલાઈન ‘એર ઈન્ડિયા’નુ માલિક બન્યુ” હેડલાઈન સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઉપરાંત ફેસબુક અને ટ્વીટર પર પણ “ટાટા એરલાઇન્સ સરકારે હસ્તગત કરી હતી, એ જ એરલાઇન્સ પાછી ખરીદી લીધી” ટાઇટલ સાથે પોસ્ટ શેર થઈ રહી છે.



ઉલ્લેખનીય છે કે સમાન દાવા સાથે આજતક, વનઇન્ડિયા, દૈનિક જાગરણ, બિઝનેસ ટુડે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બ્લૂમબર્ગ જેવા ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.





Factcheck / Verification
એર ઇન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયામાં ટાટા ગ્રુપે સૌથી ઉંચી બોલી લગાવીને એર ઇન્ડિયા ખરીદી લીધું હોવાના દાવા સાથે પ્રકાશિત થયેલા મીડિયા રિપોર્ટ અંગે ગુગલ સર્ચ કરતા રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ Secretary, DIPAM દ્વારા 1 ઓક્ટોબરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ મારફતે વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે “એર ઇન્ડિયા વિનિવેશ કેસમાં ભારત સરકાર દ્વારા નાણાકીય બિડને મંજૂરી દર્શાવતા મીડિયા અહેવાલો ખોટા છે. જયારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે તેની જાણ મીડિયાને કરવામાં આવશે.”
આ પણ વાંચો :- ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવી ભ્રામક તસ્વીર, જાણો શું છે સત્ય
ટાટા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલ બીડને મંજૂરી આપવામાં આવી હોવાના અવહેવાલઃ અંગે ગુગલ સર્ચ કરતા business-standard અને livemint દ્વારા સંબધિત ઘટના અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ કેબિનેટ મંત્રી પિયુષ ગોયેલ હાલ દુબઇ એક્સ્પોમાં હાજર છે, જ્યાં મીડિયા દ્વારા એર ઇન્ડિયા અંગે કરવામાં આવેલ સવાલના જવાબ આપતા કહ્યું કે “મને નથી લાગતું કે આવો કોઈ નિર્ણય લેવાયો છે, અલબત્ત કે બિડ મંગાવવામાં આવ્યા હતા. 15 સપ્ટેમ્બર બિડિંગ માટે અંતિમ તારીખ હતી. હવે અધિકારીઓ દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવશે અને યોગ્ય સમયે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ અંતિમ બિડરની પસંદગી કરવામાં આવશે”



Conclusion
ટાટા ગ્રુપે સૌથી ઉંચી બોલી લગાવીને એર ઇન્ડિયા ખરીદી લીધું હોવાના દાવા સાથે પ્રકાશિત કરવામાં આવેલ મીડિયા અહેવાલ અને સોશ્યલ મીડિયા પોસ્ટ ભ્રામક છે. રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને મંત્રી પિયુષ ગોયેલ દ્વારા પણ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ફાઇનલ બિડરનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. તમામ મીડિયા અહેવાલો ટાટા સન્સની બીડ ફાઇનલ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો કરી રહ્યા છે.
Result :- False
Our Source
Secretary, DIPAM
business-standard
livemint
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044