Authors
Claim – તમિલનાડુના રામનાથપુરમના અધિયામાનમાં જૂના મંદિર પર ખ્રિસ્તિઓનો કબજો. તેને ચર્ચમાં ફેરવી દેવાયું.
Fact – દાવો ખોટો છે. તે ચર્ચ છે જે અને મંદિર જેવું લાગે છે કેમકે ભારતીય શૈલીમાં તેની બનાવટ થયેલી છે.
તમિલનાડુના રામનાથપુરમમાં અધિયામાન ખાતેના એક જૂના મંદિર પર ખ્રિસ્તીઓએ કબજો કર્યો અને તેને ચર્ચમાં ફેરવી દીધું હોવાનો દાવો વાઇરલ થયો છે.
ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
Fact Check/Verification
ન્યૂઝચેકરે “રામનાથપુરમ મંદિર કન્વર્ટેડ ચર્ચ” માટે કીવર્ડ સર્ચ ચલાવી. જેમાં અમને આવી ઘટના વિશે કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો પ્રાપ્ત ન થયા.
ત્યારપછી અમે રિવર્સ ઇમેજ સર્ચ ચલાવી જેમાં અમને આ ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ. 9 ઓક્ટોબર-2013ના રોજ રાજનના મંત્રાલય અપડેટ્સ દ્વારા અપલોડ કરવામાં આવી હતી. જેમાં કૅપ્શન હતું – “ભારતીય શૈલીમાં બનાવેલ ચર્ચ!” ટિપ્પણીઓમાં કહેવામાં આવ્યું છે કે, તે તમિલનાડુના તેનકાસી જિલ્લામાં આવેલા કુટલ્લામનું એક ચર્ચ છે.
વધુ રિસર્ચ અમને આ ફેસબુક આલ્બમમાં આવા જ એક ફોટા તરફ દોરી જાય છે, જેનું શીર્ષક છે (નેશનલ મિશનરી સોસાયટી ઓફ ઈન્ડિયા) NMSIનું ક્રિસ્ટુકુલા આશ્રમ @ કોર્ટલમ. જે પુષ્ટિ કરે છે કે તે સમાન માળખું છે.
અમે જાણ્યું કે, વર્ષ 1905માં સ્થપાયેલ NMSI તિરુપથુર અને કુર્ટલ્લામમાં આશ્રમ તરીકે ઓળખાતા બે એકાંત કેન્દ્રો ધરાવે છે, જે પ્રાચીન સ્થાપત્ય માળખાંવાળા છે. તેમાં દર્શાવે છે કે શા માટે તે મંદિર જેવું લાગે છે. ન્યૂઝચેકરને આ ચર્ચો વિશે ફેસબુક પેજ, ઇન્ડિયા હિસ્ટ્રી, પર એક લખાણ મળ્યું. જેમાં નીચેનું લખામ લખેલ છે.
“એક ચર્ચ જે દ્રવિડ મંદિર જેવું લાગે છે. આ તે ચર્ચ છે જેનું નિર્માણ ક્રિસ્ટુકુલા આશ્રમ, તિરુપત્તુર, ઉત્તર આર્કોટ, તમિલનાડુ દ્વારા કરવામાં આવ્યું છે. તે શિમલા/સુબાથુના મિશનરી સાધુ સુંદર સિંઘના પ્રભાવ હેઠળ સ્થાપિત છે. જેઓ તેમના મિશનનું કાર્ય કરતી વખતે ભગવો ઝભ્ભો પહેરતા હતા. સુંદર સિંહનો જન્મ લુધિયાણા જિલ્લાના એક ગામમાં શીખ તરીકે થયો હતો. કિશોર વયે તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો… ખ્રિસ્તી આશ્રમ ચળવળ કે જેણે વેદાંતિક ઉપદેશોને ખ્રિસ્તી ધર્મના લોકો સાથે સામેલ કર્યા અને હિંદુ ધાર્મિક પ્રથાઓનું રૂપ ધારણ કર્યું, તેમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની અંતિમ નિષ્ઠાને કારણે તેઓને સ્થાનિક હિંદુ ધર્મથી વ્યવહારીક રીતે અસ્પષ્ટ બનાવે છે…તિરુપત્તુર ખાતેનું ચર્ચ ખાસ છે. પડોશના મંદિરો કરતા જરાય અલગ નથી. માત્ર એક જ તફાવત છે અને તે છે તેના ટોચ પરનુ ક્રોસનું પ્રતીક.”
ન્યૂઝચેકરે ત્યારબાદ NMSI આશ્રમોના ઈન્ચાર્જ હેનરી રિચાર્ડનો પણ સંપર્ક કર્યો. જેમણે પુષ્ટિ કરી કે આ માળખું દ્રવિડિયન-મૉડલ ચર્ચ છે.
તેમણે કહ્યું કે,“અમારા સ્થાપકોને પૂજાની સ્વદેશી રીત પસંદ હતી અને જ્યાં પણ તેઓના આશ્રમો હતા ત્યાં તેઓએ તે શૈલીનો સમાવેશ કર્યો. તે કોઈ મંદિર નથી જે રૂપાંતરિત કરાયું હોય પરંતુ સ્વદેશી મૉડેલમાં બનેલું એક ખ્રિસ્તી ચર્ચ છે. સ્થાનિક પોલીસે પણ થોડા મહિનાઓ પહેલાં પૂછપરછ કરી હતી અને પુષ્ટિ કરી હતી કે તે એક દ્રવિડિયન શૈલીમાં બનેલું ચર્ચ છે.”
Conclusion
આથી અમારી તપાસ બાદ નિષ્કર્ષમાં આ દાવો ખોટો પુરવાર થાય છે અને મંદિરને ચર્ચમાં નથી ફેરવી દેવાયું.
Result- False
Sources
NMSI આશ્રમના ઈન્ચાર્જ હેનરી રિચાર્ડ સાથે
NMSI વેબસાઈટની વાતચીત
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044