Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
લોકડાઉનના કારણે ગુજરાતના સુરતથી ચાલતા નીકળેલા પરિવારે ભૂખના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનો દાવો કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે,”सुरत से आ रहें थे पैदल भुख बरदाश नहीं हुआ तो सूसाईट कर लिए इसकी जिम्मेदार भारत सरकार” આ સાથે અન્ય પોસ્ટ પણ લોકડાઉન અને કોરોના વાયરસના કારણે આ ઘટના બનેલ હોવાના દાવા સાથે અવયરલ કરવામાં આવી છે.
Fact check :-
વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા વાયરલ તસ્વીર અસંખ્ય યુઝર્સ દ્વારા અલગ-અલગ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એપ્રિલ મહિનાથી લઇ આજ સુધી વાયરલ કરવામાં આવી રહી છે.
આ વાયરલ પોસ્ટ પરથી dailyhunt પર પબ્લિશ કરાયેલ આ ન્યુઝ મળી આવે છે, જે મુજબ આ ઘટના મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં બનેલ છે. ઘટનાની વિગત મુજબ જૂન 2018માં ઘરમાં થયેલ ઝગડાના કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સાબીઉટ થાય છે.
ત્યરબાદ આ ન્યુઝ રિપોર્ટ મુજબ ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક અન્ય ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે મુજબ આ ઘટના જૂન 2018ના રોજ બનેલ છે. જેમાં આત્મહત્યા કરનાર વ્યક્તિ અનિલ નારાયણ છે, જે મધ્યપ્રદેશમાં કોઈ કંપનીમાં નોકરી કરતો હતો, કંપની બંધ થતા તે પોતાના ઘરે મહારાષ્ટ્ર વર્ધા જિલ્લાના આર્વી ગામ આવે છે પરંતુ પરિવારના ઝગડાના કારણે પોતાની પત્ની અને બાળકી સાથે ઘર છોડી આત્મહત્યાનું પગલું ભરે છે.
Conclusion :-
વાયરલ પોસ્ટ પર મળતા પરિણામ સાબિત કરે છે આ ઘટના જૂન 2018માં બનેલ છે, જેને ગુજરાતના સુરતથી ચાલતા નીકળેલ અને લોકડાઉનમાં ભૂખના કારણે કરેલ આત્મહત્યા હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. જયારે આ ઘટના મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાની છે તેમજ આ ઘટનાને લોકડાઉન સાથે કોઈ સંબંધ નથી.
source :-
news report
keyword search
પરિણામ :- ભ્રામક દાવો (false connection)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.