Fact Check
Weekly Wrap: વકફ બિલ પાસ થતા ઓવૈસી વિશે ખોટા દાવાના વીડિયો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
મોદી સરકારે સંસદમાં વકફ સુધારા બિલ પાસ કરી દીધું છે. અને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે. સમગ્ર દેશમાં વકફ બિલ મામલે ખૂબ ચર્ચાઓ જાગી છે અને વિપક્ષે પણ વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન, વકફ બિલ પાસ થતા અસદુદ્દીન ઓવૈસી વિશે બે વીડિયો વાઇરલ જોવા મળ્યા. જેમાં એકમાં દાવો કરાયો કે બિલ પાસ થતાં તેમણે અન્ય સાંસદો સાથે મળીને ઉજવણી કરી, જ્યારે એક અન્ય વીડિયોમાં દાવો કરાયો કે તેઓ રડી પડ્યા હતા. જોકે તપાસમાં બંને દાવાઓ ખોટા પુરવાર થયા છે. વધુમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ પણ ઘણી ખોટી માહિતીઓ અને વીડિયો વાઇરલ થયા હતા. જેમાં ચીનના હૉસ્પિટલનો વીડિયો મ્યાનમારનો હોવાનો ગણાવી વાઇરલ કરાયો હતો. તેની પણ તપાસ કરવામાં આવી હતી. સપ્તાહની ટોપ ફેક્ટ ચેક નીચે મુજબ છે.

ભૂકંપ વચ્ચે પણ દર્દીનો જીવ બચાવી રહેલા ડૉક્ટર-નર્સનો વીડિયો મ્યાનમાર નહીં પણ ચાઈનાની હૉસ્પિટલનો છે
મ્યાનમારની હૉસ્પિટલમાં ભૂકંપ વચ્ચે પણ દર્દીનો જીવ બચાવી રહેલા ડૉક્ટર અને નર્સના દાવાવાળો વીડિયો વાઇરલ થયો હતો. પરંતુ દાવો અર્ધ સત્ય પુરવાર થયો. વીડિયો ખરેખર ચીનના યુનાન પ્રાંતમાં આવેલા હૉસ્પિટલનો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

સંસદમાં વકફ બિલ પાસ થયા પછી અસદુદ્દીન ઓવૈસી હસીને ઉજવણી કરી રહ્યાં છે? શું છે સત્ય
વક્ફ બિલ પસાર થયા પછી અસદુદ્દીન ઓવૈસી હસતા અને સાંસદો સાથે બેઠેલા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. પરંતુ દાવો ખોટો નીકળ્યો છે. આ વીડિયો વક્ફ સુધારા બિલ પસાર થયા પહેલાનો છે. તેઓ વકફ બિલ પાસ થયા પછી ઉજવણી નથી કરી રહ્યાં. વધુ અહેવાલ અહીં વાંચો.

કોલકાતાની દીકરીએ પિતાને લિવર ડોનેટ કર્યાની જૂની ઘટના સુરતની ઘટના તરીકે વાઇરલ
સુરતની પુત્રીએ તેના પિતાને લિવર ડોનેટ કર્યું તેની વાઇરલ તસવીરની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તે દીકરી કોલકાતાની રહેવાસી નીકળી અને અંગદાન પણ કોલકાતાની ઘટના નીકળી. વધુ અહેવાલ અહીં વાંચો.

સંસદમાં વકફ બિલ પાસ થયા બાદ ઓવૈસી રડી પડ્યા હોવાના વાઇરલ વીડિયોનું શું છે સત્ય?
સંસદમાં વકફ સુધારા બિલ પાસ થયા બાદ અસદુદ્દીન ઓવૈસી ભાવુક થઈ રડી પડ્યાનો વીડિયો વાઇરલ થયો હતો. દાવો ખરેખર ખોટો છે. ખરેખર વર્ષ 2024માં સંસદની ચર્ચા દરમિયાનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વધુ અહેવાલ અહીં વાંચો.