Copyright © 2022 NC Media Pvt. Ltd. All Rights Reserved.
Fact Check
ભારતે રાતોરાત 6370 પથારીવાળી હોસ્પિટલ ટ્રેન બનાવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

ક્લેમ :-
ભારતીય કારીગરી/કૌશલ્ય – કોઠા સુજ નો દુનિયા ને કરાવ્યો અનુભવ, ચીને 10 દિવસમાં 1000 પથારીવાળી હોસ્પિટલ બનાવી. પરંતુ ભારતે તેની મામુલી કિંમત સાથે, રાતોરાત 6370 પથારીવાળી તબીબી સુવિધા સ્થાપિત કરી છે! જય હિન્દ

વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં રાતોરાત કોરોના માટે ટ્રેનના અંદર 1000 પથારીવાળી હોસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ સાથે આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે ‘ ભારતીય કારીગરી/કૌશલ્ય – કોઠા સુજ નો દુનિયા ને કરાવ્યો અનુભવ, ચીને 10 દિવસમાં 1000 પથારીવાળી હોસ્પિટલ બનાવી. પરંતુ ભારતે તેની મામુલી કિંમત સાથે, રાતોરાત 6370 પથારીવાળી તબીબી સુવિધા સ્થાપિત કરી છે! જય હિન્દ’

વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણમો મળી આવે છે, જેમાં કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે અલગ-અલગ રિપોર્ટ આપવામાં આવ્યા છે. જેમાં ન્યુઝ18 હિન્દી દ્વારા પણ ભ્રામક દાવો કરતો આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે જે મુજબ સરકારે કોરોના માટે ટ્રેનના અંદર આઇસોલેશન વોર્ડ બનાવ્યા છે, અને તેનું નામ જીવનરેખા એક્સપ્રેસ આપવામાં આવ્યું છે.

*જીવનરેખા એક્સપ્રેસ 1991થી કાર્યરત છે.*
ત્યારાબાદ યુટ્યુબ પર INDIATV દ્વારા આ ટ્રેન વિષે માહિતી આપતો વિડિઓ જોવા મળે છે, જેમાં આ ટ્રેનની ખાસિયતો અને તેના ઇતિહાસ વિષે જાણવવામાં આવે છે.
આ ટ્રેનનો ઉદેશ્ય દૂર-દૂરના વિસ્તાર સુધી સમયસર હોસ્પિટલ સર્વિસ પહોંચાડવાનો છે.
ઉપરાંત દિવ્યભાસ્કર દ્વારા આ ટ્રેન પર એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેન મુંબઈ છત્રપતી શિવાજી ટર્મિનલ પર આવી પહોંચી હતી. આ ટ્રેનની શરૂઆત 16 જુલાઈ 1991માં કરવામાં આવી હતી, જેમાં 7 કોચ છે અને એક ઓપરેશન થિયેટર છે. છેલ્લા 28 વર્ષમાં આ ટ્રેન 12 લાખથી વધુ લોકોને સેવા આપી ચુકી છે.

રાતોરાત 6370 પથારીવાળી ટ્રેન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હોવાનો દાવો કરતી પોસ્ટ એક ભ્રામક સાબિત થાય છે. આ ટ્રેન ‘જીવનરેખા એક્સપ્રેસ’ હાલ કોરોના વાયરસને લઇ તૈયાર કરવામાં નથી આવી, આ ટ્રેન 1991થી કાર્યરત છે. હાલ આ ટ્રેનનો કરોના વાયરસમાં આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.
source :-
google keyword search
facebook search
youtube search
news reports
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.