Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારત અને ચીન વચ્ચે થયેલ અથડામણ પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. વિડિઓમાં ભારતીય સૈનિક વચ્ચે અથડામણ જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર “લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો…અથડામણમાં ભારતના એક અદિકારી અને બે સૈનિકો થયા હતા શહિદ” કેપ્શન સાથે વિડિઓ The Squirrel નામના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓ પર તપાસ શરૂ કરતા રિવર્સ ઇમેજ અને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા vimeo.com પર પોસ્ટ કરવામાં આવેલ વાયરલ વિડિઓ જોવા મળે છે, જે 3 વર્ષ પહેલા પબ્લિશ કરવામાં આવ્યો છે.
વધુ તપાસ કરતા economictimes, timesofindia દ્વારા ઓગષ્ટ 2017માં પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. જે પ્રમાણે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલ અથડામણ છે, અને આ ઘટના લડાખ નજીક પેનગોંગ લેક પાસે ઓગષ્ટ 2017માં બનેલ છે.
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો એક ભ્રામક પોસ્ટ છે. વિડિઓ TOI દ્વારા 2017માં પબ્લિશ કરવામાં આવ્યો છે, જે પ્રમાણે આ ઘટના લડાખના પેનગોંગ લેક પાસે 2017માં બનેલ છે. જે વિડિઓ હાલ ગાલવાન વિસ્તારમાં થયેલ અથડામણનો હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
source :-
facebook
twitter
news report
keyword search
reverse image search
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
Prathmesh Khunt
July 13, 2020
Prathmesh Khunt
July 29, 2020
Prathmesh Khunt
March 27, 2021