Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશ્યલ મીડિયા પર એક નદીના ધોધનો વિડિઓ વાયરલ થયેલ છે, આ ધોધ મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલ ધુંવાધાર ધોધ હોવાના દાવા સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. ફેસબુક પર “ગંગામાં સ્નાન કરવાથી, યમુના-જળનું આચમન કરવાથી, જ્યારે નર્મદાના માત્ર દર્શનથી પાપ ધોવાઇ જાય છે. લો…. ત્યારે આજે, મધ્યપ્રદેશમાં આવેલા જબલપુર સીટી થી 25 કિલોમીટર દૂર ભેડાઘાટ નામના આરસપહાણના પર્વત પરથી ધોધરૂપે નીચે પડતાં નર્મદા-જળના દર્શન કરો. આ ધોધને કારણે અહીં ધુમ્મસ ઉત્પન્ન થાય છે, જેથી આ ધોધને ધુંઆધાર ધોધ કહે છે” કેપશન સાથે વાયરલ કરવામાં આવેલ છે.
જયારે ટ્વીટર પર પણ આ વાયરલ વિડિઓ “Our desi Niagra falls- Beraghat Falls -Jabalpur in this monsoon” કેપશન સાથે પોસ્ટ જોવા મળે છે. તેમજ યુટ્યુબ પર “Waterfall| Bhedaghat| Jabalpur| Madhya Pradesh” કેપશન સાથે વિડિઓ અપલોડ કરવામાં આવેલ છે.
વાયરલ વિડિઓના કેટલાક સ્ક્રીન શોટ રિવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળે છે, વાયરલ વિડિઓ jog waterfall (જોગ વોટરફોલ) નામથી જોવા મળે છે. જેના પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર the hindu દ્વારા પબ્લિશ કરાયેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ આ ધોધ સાગર તાલુક, કર્ણાટકમાં આવેલ છે.
જે બાદ karnatakatourism વેબસાઈટ પર આ ધોધ વિશે સર્ચ કરતા તમામ જાણકારી મળી આવે છે. વેબસાઈટ પર જોગ વોટરફોલ વિશે અને તેની આસપાસ આવેલ પ્રવાસન સ્થળ તેમજ જોગ વોટરફોલસુધી આવવાના રસ્તા વિશે માહિતી જોવા મળે છે.
વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો વિડિઓ ધુંવાધાર ધોધ જબલપુર પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ગુગલ પર ભેડાઘાટ ધુંવાધાર ધોધની તસ્વીર જોવા મળે છે. તેમજ આ બન્ને ધોધની તસ્વીરની સરખામણી નીચે જોઈ શકો છો.
જયારે jabalpurtourism વેબસાઈટ પર ભેડાઘાટ ધુંવાધાર ધોધ વિશે સર્ચ કરતા તમામ માહિતી જોવા મળે છે. ધુંવાધાર ધોધના ઉદ્ભવથી લઇ પ્રવાસન સ્થળો તેમજ અન્ય સૂચનો
કર્ણાટકમાં આવેલ જોગ વોટરફોલનો વિડિઓ જબલપુરમાં આવેલ ધુંવાધાર ધોધ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. સોશસયલ મીડિયા પર કરવામાં આવેલ દાવા પર સર્ચ કરતા મળતા પરિણામ તેમજ સ્ટેટ ટુરિઝમ વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી પ્રમાણે વાયરલ પોસ્ટ એક ભ્રામક દાવો સાબિત થાય છે.
Result :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
July 13, 2020
Prathmesh Khunt
July 29, 2020
Prathmesh Khunt
October 8, 2020