Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
મિડિયા પર વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ જવાનો દ્વારા ગોળી મારવામાં આવી રહી છે. આ ઘટનાને આસામના ગુવાહાટીમાં ચાલી રહેલા નાગરિક સંશોધન બિલના વિરુદ્ધમાં પોલીસનો અત્યાચાર બતાવવામાં આવી રહ્યો છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે, આસામ પોલીસ દ્વારા નાગરિક સંશોધન બિલનો વિરોધ કરી રહેલા લોકો પર કરવામાં આવેલ કાર્યવાહીનો છે. જેમાં પોલીસ દ્વારા ગોળીબાર, ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Indian Army is firing straight at the common people
But the world will still not see#100HellDaysOfKashmir pic.twitter.com/TxCejoMoDV— Abdul Wajid (@AWjamalfc) November 16, 2019
આ વિડિઓને ધ્યાન પૂર્વક જોતા અને પાછળ આવી રહેલ આવજ સાંભળતા જણાઈ છે કે વિડિઓ કોઈ પ્રોટેસ્ટ વિરોધ ચાલી રહેલ પોલીસ કાર્યવાહીનો નથી, કેમેક જયારે બે લોકોને ગોળી લાગે છે તેની બીજી સેકન્ડ પર એમ્બ્યુલન્સ પણ હાજર થાય છે, સાથે જ વિરોધ કરી રહેલ ટોળાની બાજુમાં પણ પોલીસની એક ટુકડી ઉભેલ જોવા મળે છે.
જયારે આ વિડિઓને ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં કેટલાક લોકો દ્વારા આ વિડિઓને જમ્મુ-કશ્મીરમાં 370 હટાવ્યા બાદ થઈ રહેલ વિરોધ સમયનો બતાવી વાયરલ કરી રહ્યા છે, જેમાં યુટ્યુબ પર પણ એક યુઝર્સ દ્વારા આ સમાન વિડિઓ તુગલકાબાદનો હોવાના દાવા સાથે પબ્લિશ કરવામાં આવ્યો છે.
જયારે વધુ તપાસ કરતા યુટ્યુબ પર 2017માં પબ્લિશ કરાયેલ આ વિડિઓ જોવા મળે છે, જેમાં આ વિડિઓ પોલીસ મોક ડ્રિલનો હોવાનું સાબિત થાય છે. આ સાથે એ પણ સાબિત થાય છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ આ વિડીઓ આસામ કે મણિપુરમાં ચાલી રહલે નાગરિક સંશોધન બિલ પર થઈ રહેલા વિરોધનો નથી. પોલીસ દ્વારા આ પ્રકારના કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી, વિડિઓને ખોટા અને ભ્રામક દાવા સાથે વ્યાલ કરવામાં આવી રહ્યો છે.
TOOLS :-
GOOGLE IMAGES SEARCH
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ ખબર ,વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025