Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ સુરત અને રાજકોટ ખાતે પ્રચાર રેલીઓ યોજીને રાજ્યની રાજકીય લડાઈમાં જોડાયા હતા.
રાહુલ ગાંધીના જાહેર સંબોધન દરમિયાન ગુજરાતી અનુવાદક સ્ટેજ પરથી અધવચ્ચે જ છોડીને જતા રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયો શેર કરતા સાથે યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અનુવાદક સ્ટેજ છોડીને ચાલ્યો ગયો કારણ કે તે રાહુલ ગાંધી શું કહેવા માંગે છે તે સમજવામાં અને અનુવાદ કરવામાં અસમર્થ હતા.
નોંધનીય છે કે ભાજપના નેતા અમિત માલવિયા તેમજ અન્ય ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ નેતાની મજાક ઉડાવતો આ વાયરલ વીડિયો શેર કર્યો હતો.
રાહુલની સભામાં ભરત સોલંકી અનુવાદ કરવાનું છોડીને જતા રહ્યા હોવાના વાયરલ વિડીયો અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો
Fact Check / Verification
રાહુલ ગાંધીની ગુજરાત સભા દરમિયાન લેવામાં આવેલ વીડિયોને લઈને ગુગલ સર્ચ કરતા કેટલાક અહેવાલો મળ્યા છે, જેમાં સોમવારે રાજકોટ અને સુરતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીઓ વિશે વિસ્તૃત માહિતી જોવા મળે છે.
21 નવેમ્બર 2022 ના રોજ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ચુંટણીગ્રસ્ત ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં, રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના મહુવા ખાતે આદિવાસીઓની સભાને સંબોધતા કહ્યું હતું કે “આદિવાસીઓ દેશના પ્રથમ માલિક છે” અને દાવો કર્યો કે ભાજપ તેમના અધિકારો છીનવવાનું કામ કરી રહી છે.
આ અંગે કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પરથી ગઈકાલે સુરત ખાતે આયોજીત સભાનો વિડીયો જોવા મળે છે. વીડિયોના કિફ્રેમ્સનું વિશ્લેષણ કરવા પર, લગભગ 38:07 મિનિટે, પ્રેક્ષકોના દ્વારા રાહુલ ગાંધીને હિન્દીમાં બોલવાનું ચાલુ રાખવા કહેતા સાંભળી શકાય છે. લોકો અનુરોધ કરે છે કે તેમને સંબોધનના ગુજરાતી અનુવાદની જરૂર નથી.
તદુપરાંત, આ ઘટના પર ઘણા સમાચાર અહેવાલો જોવા મળે છે. લાઈવ મિન્ટ દ્વારા 21 નવેમ્બર, 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, જે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે, તેમના ભાષણ દરમિયાન એક વ્યક્તિએ તેમને અટકાવ્યા હતા. આ વ્યક્તિએ રાહુલ ગાંધીને ભાષણ હિન્દીમાં ચાલુ રાખવા અને અનુવાદકનો ઉપયોગ ન કરવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વાયરલ વિડિયોમાં રાહુલ ગાંધીના ભાષણનું અનુવાદ કરતા વ્યક્તિ કોંગ્રેસના નેતા ભરત સોલંકી છે. 21 નવેમ્બર 2022ના રોજ ટ્વીટર મારફતે સોલંકીએ વાયરલ વિડીયો અંગે પોતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે રાહુલના ભાષણનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું બંધ કર્યું કારણ કે શ્રોતાઓ તેમનું ભાષણ હિન્દીમાં જ સાંભળવા માંગતા હતા. ઉપરાંત સોલંકીએ વાયરલ વિડીયોને ભ્રામક રીતે ફેલાવવા પાછળ ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ પર આક્ષેપો કર્યા હતા.
Conclusion
રાહુલ ગાંધીના જાહેર સંબોધન દરમિયાન ગુજરાતી અનુવાદક સ્ટેજ પરથી અધવચ્ચે જ છોડીને જતા રહ્યા હોવાના વાયરલ વિડીયોને ભ્રામક અને મજાક સાથે શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
Result : Missing Context
Our Source
Report By Times of India, Dated November 21, 2022
YouTube Video By Indian National Congress, Dated November 21, 2022
Report By Mint, Dated November 21, 2022
Tweet By Bharat Solanki, Dated November 21, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.