તુર્કીમાં ભયાનક ભૂકંપના આંચકા આવી રહ્યા છે, અસંખ્ય મકાનો ધરાશાયી થઈ ગયા છે. અત્યાર સુધીમાં અંદાજીત 4 હજારથી વધુ લોકો આ કુદરતી આફતનો ભોગ બની ગયા છે. સોશ્યલ મીડિયા પર તુર્કીના ભૂકંપ પર અનેક વિડીયો શેર થઈ રહ્યા છે. આ ક્રમમાં ધરાશાયી થતી ઈમારતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપનો છે.

હકીકતમાં, સોમવારે સવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીબીસીના અહેવાલ મુજબ તુર્કીમાં ભૂકંપની તીવ્રતા 7.8 મેગ્નિટ્યૂડ નોંધવામાં આવી છે. તુર્કીના રાષ્ટ્રપતિને ટાંકીને રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં 900થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 5000થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો : રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
Fact Check / Verification
ધરાશાયી થતી ઈમારત તુર્કીની હોવાના દાવાની ચકાસણી કરવા માટે, અમે ઇનવિડ ટૂલ્સની મદદથી વાયરલ વીડિયોના કેટલાક કીફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ નામની ટીવી ચેનલની અધિકૃત યુટ્યુબ ચેનલ પર 25 જૂન, 2021ના રોજ પ્રકાશિત થયેલ એક વીડિયો રિપોર્ટ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના અમેરિકાના ફ્લોરિડામાં બનેલ છે.

વધુમાં, કેટલાક કીવર્ડ સર્ચને કારણે 25 જૂન, 2021ના રોજ ‘ABC 7‘ ની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ સમાન વિડિયો જોવા મળ્યો, જ્યાં વાયરલ વિડિયોનો એક ભાગ હાજર છે. અહેવાલો અનુસાર, વિડિયો ફ્લોરિડાના મિયામી બીચ પાસે બાર માળના કોન્ડો ટાવરનો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.
જૂન 2021માં આ ઘટનાને લઈને કેટલાક મીડિયા સંસ્થાનોએ અહેવાલો પણ પ્રકાશિત કર્યા હતા, જેમાં આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે.
આ અંગે, અમેરિકન મીડિયા સંસ્થાન ‘ન્યૂ નેશન’ના વરિષ્ઠ રિપોર્ટર બ્રાયન એન્ટીન દ્વારા 24 જૂન, 2021ના કરવામાં આવેલ એક ટ્વીટ જોવા મળે છે. અહીંયા, વાયરલ વિડીયોના દર્શ્યો પણ જોઈ શકાય છે. આ વીડિયો ફ્લોરિડાનો હોવાની માહિતી પણ ટ્વીટ સાથે આપવામાં આવેલ છે.
Conclusion
અમેરિકાના ફ્લોરિડામાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાનો દોઢ વર્ષ જૂનો વીડિયો તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ધરાશાયી થતી ઈમારત તુર્કીની હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા યુઝર્સ વિડીયો શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Video Report by ‘Wall Street Journal‘ on June 25, 2021
Video Report by ‘ABC7‘ on June 25, 2021
Tweet by Brian Entin on June 24, 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044