TV Show ઇન્ડિયન આઇડલનો એક વિડિઓ શોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, એક ટાઈમના સુપર હિટ ગીતના લેખક સંતોષ આનંદની પરિસ્થિતિ ખરાબ ચાલી રહી હોવાના કારણે નેહા કક્કરે તેમને 5 લાખ રૂપિયાની ભેટ આપી છે.

ફેસબુક, ટ્વીટર ઉપરાંત ન્યુઝ સંસ્થાન divyabhaskar તેમજ news18 દ્વારા “આર્થિક તંગી થી લડી રહ્યાં છે ‘એક પ્યાર કા નગમા’નાં લેખક સંતોષ આનંદ, નેહા કક્કડે કરી મદદ” હેડલાઈન સાથે આ ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.
Factcheck / Verification
TV Show ઇન્ડિયન આઇડલમાં સદાબહાર ગીતના લેખક Santosh Anand આવ્યા અને તેની કપરી પરિસ્થતિ પર નેહા કક્કર દ્વારા 5 લાખની મદદ કરવામાં આવી હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા livehindustan દ્વારા પરીક્ષિત કરવામાં આવેલ એક અહેવાલ જોવા મળે છે. જેમાં સંતોષ આનંદે પોતાની આર્થિક પરિસ્થિતિ પર વાયરલ થયેલ માહિતી પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “મને કોઈ પાસેથી દયા કે પૈસાની જરૂર નથી, હું એક સ્વાભિમાની માણસ છું“

આ મુદ્દે વધુ તપ્પસ કરતા ફેસબુક પર Santosh Anand ના એકાઉન્ટ પરથી 22 ફેબ્રુઆરીના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં તેઓએ જણાવ્યું કે “કેટલાક ન્યુઝ સંસ્થાનો અને સોશ્યલ મીડિયા પર મારી આર્થિક પરિસ્થિતિ પર વાયરલ થયેલ માહિતી ભ્રામક છે, હું એક સ્વાભિમાની માણસ છું તમે લોકો બસ માત્ર મારા ગીતોની મજા માણો“

આ વિષયે ફેસબુક પર પત્રકાર Chander Mauli દ્વારા સંતોષ આનંદ સાથે કરવામાં આવેલ એક ઇન્ટરવ્યૂનો વિડિઓ જોવા મળે છે. આ ફેસબુક લાઈવમાં Santosh Anand તેની પુત્રી સાથે છે, જેમાં તેઓ ઇન્ડિયન આઇડલમાં કઈ રીતે જવાનું થયું ત્યાં નેહા કક્કર દ્વારા આપવામાં આવેલ 5 લાખની ભેટ તેમજ શોશ્યલ મીડિયા પર આર્થિક પરિસ્થિતિ પર ફેલાયેલ ભ્રામક માહિતી અંગે સ્પષ્ટતા આપતા જોવા મળે છે.

Conclusion
મશહૂર ગીતકાર લેખક સંતોષ આનંદ હાલ ખરાબ આર્થિક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને જેથી નેહા કક્કર દ્વારા તેમને TV Show ઇન્ડિયન આઇડલ દરમિયાન 5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. નેહા કક્કર દ્વારા આ રકમ ભેટ આપવામાં આવેલ છે, ખરાબ આર્થિક પરિસ્થિતિ મુદ્દે સંતોષ આનંદે પોતાના ફેસબુક એકાઉન્ટ તેમજ ફેસબુક લાઈવ દરમિયાન વાયરલ ખબરો તદ્દન ભ્રામક હોવાની જાણકરી આપેલ છે.
Result :- False
Our Source
livehindustan
Santosh Anand
Chander Mauli
Read our article :- BJP કાર્યકરોએ કેરળમાં CM યોગીની સભામાં કમળના નિશાનનો માનવ ધ્વજ બનાવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)