Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
kolkataમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે 27 માર્ચે પ્રથમ તબક્કાના મતદાન યોજાશે. તો 2 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે. તેને જોતા કોંગ્રેસ અને ઈન્ડિયન સેક્યુલર મોરચે આજે પશ્ચિમ બંગાળમાં મોટી રેલી યોજી હતી. આ વખતે આ બંન્ને પક્ષોએ સાથે મળીને બંગાળથી મમતા અને દેશમાંથી મોદી સરકારને જડમૂળથી નાંખવાનું સૂત્ર આપ્યું હતું. આ દરમિયાન kolkata બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ રેલીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી .

કોંગ્રેસ અને ભારતીય સેક્યુલર મોરચાએ આ તસવીર તેમના ઘણાં ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. કોંગ્રેસ નેતા પી.એલ.પૂનિયા અને ઇન્ડિયન સેક્યુલર મોરચાના નેતા એમ.ડી. સલીમે પણ કોલકાતા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ રેલીનું આયોજન થયું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ફેસબુક પર “પશ્ચિમ બંગાળમાં લેફ્ટની જબરજસ્ત લાખો લોકોની ભીડવાળી સભાને સવર્ણ હિંદુ મીડિયાએ કોઈ કવરેજ ના આપ્યું.” કેપશન સાથે યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
વાયરલ તસવીરની સત્યતા શોધવા માટે, અમે ગૂગલ રિવર્સ ઇમેજ દ્વારા શોધ કરી. આ દરમિયાન alamy નામની વેબસાઈટ પર આ વાયરલ તસ્વીર જોવા મળે છે. જે તાજેતરમાં નહીં પણ 3 ફેબ્રુઆરી 2019 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ છે. વેબસાઇટ પર, આ તસવીર 2019ની સામાન્ય ચૂંટણી પહેલા kolkataમાં એક રેલી હોવાનું કહેવામાં આવ્યું છે.

આ મુદ્દે કેટલાક ગૂગલ કીવર્ડ્સ દ્વારા શોધ કરતા peoplesdemocracy વેબસાઇટ પર આ તસ્વીર સાથે એક અહેવાલ જોવા મળ્યો. જે 3 ફેબ્રુઆરી 2019 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ છે. જે મુજબ 2019 માં સામાન્ય ચૂંટણીઓ પૂર્વે 5 પક્ષોએ સાથે મળીને kolkata બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર મહાસભાનું આયોજન કર્યું હતું.
આ ઘટના પર અમને Deepayan Sinha નામના યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જોવા મળે છે, જે 3 ફેબ્રુઆરી 2019 ના રોજ અપલોડ કરવામાં આવેલ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વિડિઓમાં કોલકાતા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર અનેક પક્ષો દ્વારા રેલી કરવામાં આવી છે.
જયારે હાલમાં કોલકતામાં ચૂંટણી સંદર્ભે થયેલ રેલી પર India Todayના ટ્વિટર એકાઉન્ટ પર kolkata રેલી સાથે જોડાયેલી અનેક તસવીરો શેર કરવામાં આવેલ છે, જે વાયરલ તસવીરથી તદ્દન અલગ છે. ઉપરાંત ABP ન્યુઝ દ્વારા યુટ્યુબ ચેનલ પર આ રેલીનો વિડિઓ પણ પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં હજારો લોકોની ભીડ જોઈ શકાય છે, પરંતુ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રેલીનો દૃશ્ય વાયરલ તસવીરથી તદ્દન અલગ છે.
અમારી તપાસમાં મળેલા તથ્યો અનુસાર વાયરલ થયેલી તસવીર તાજેતરની કોલકાતા રેલીની નથી. વાયરલ તસવીર કોલકાતાની એક રેલી દરમિયાન લેવામાં આવી હતી જે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા યોજાઈ હતી. જયારે સોશ્યલ મીડિયા પર તાજેતરની રેલીનું વર્ણન કરીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
India Today
ABP ન્યુઝ
Deepayan Sinha
peoplesdemocracy
alamy
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
April 15, 2025
Dipalkumar Shah
April 9, 2025