Fact Check
ફેક એકાઉન્ટ પરથી કરાયેલ ટ્વીટ ટીવી એન્કર રજત શર્મા દ્વારા કરવામાં આવેલ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
Claim :-
ઇન્ડિયા ટીવી ન્યુઝ ચેનલના ચીફ એડિટર રજત શર્માના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ઓપિનિયન પોલ લેવામાં આવ્યો છે. આ ઓપિનિયન 2024માં નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે કે નહીં તે માટે લેવામાં આવ્યો છે, જેમાં 87% લોકો દ્વારા PM નહીં બને તે માટે વોટ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર આ ટ્વીટનો સ્ક્રીન શોટ વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબુક પર “રૂઝાન આવવા લાગ્યું.. મોદી 2021નો એન્ડ પણ નહીં જોવે, એ પહેલાં જ એ રાજીનામુ આપી દેશે.. શેયર કરો મિત્રો” કેપશન સાથે વાયરલ થયેલ છે.
Fact check :-
વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવાની સત્યતા ચકાસવા ટ્વીટર પર ટીવી એન્કર રજત શર્માના એકાઉન્ટ પર આ ઓપિનિયન પોલ પોસ્ટ વિશે તપાસ શરૂ કરતા જાણવા મળે છે, વાયરલ તસ્વીરમાં જે ટ્વીટ જોઈ રહ્યા છીએ તે એક ફેક એકાઉન્ટ છે. રજત શર્માના ઓફિશ્યલ એકાઉન્ટ અને વાયરલ તસ્વીરમાં જે ટ્વીટ જોઈ રહ્યા છીએ તેનો તફાવત નીચે આપ જોઈ શકો છો.

જયારે વાયરલ તસ્વીર પર જે યુઝર જોઈ શકાય છે, તે @Amrk93 નામ સાથે ટ્વીટર પર સર્ચ કરતા આ એકાઉન્ટ હાલ રિપબ્લિક ટીવી ચેનલના હેડ અરનબ ગૌસ્વામીના નામ સાથે કાર્યરત જોવા મળે છે. આ એકાઉન્ટના BIO પર લખવામાં આવ્યું છે, આ એક પેરોડી એકાઉન્ટ છે.

Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, રજત શર્મા દ્વારા આ પ્રકારે કોઈપણ ટ્વીટ કરવામાં આવી નથી. વાયરલ ટ્વીટ એક ફેક એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. જે ટ્વીટર એકાઉન્ટ હાલ અરનબ ગૌસ્વામીના નામ સાથે કાર્યરત છે. તેમજ આ એક પેરોડી એકાઉન્ટ છે. રજત શર્મા દ્વારા ટ્વીટર પર આ પ્રકારે ઓપિનિયન પોલ લેવામાં આવ્યો નથી.
- Tools :-
- Reverse Image Search
- Keyword Search
‘પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)