યુક્રેન પર રશિયન આર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, યુક્રેન રહેવાસીઓ હુમલાથી બચવા માટે સબ-વે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનમાં રાત કાઢી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અનેક તસ્વીરો અને વિડિઓ વાયરલ થયેલા જેમાં લોકો દેશ છોડીને જઈ રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના દેશ પરત આવવા માટે મદદ માંગી રહ્યા છે.
આ તમામ ઘટના સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. જેમાં યુક્રેન બોર્ડર પર શીખ સમાજ દ્વારા લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસબુક પર “યુદ્ધ ની પરિસ્થિતિ વચ્ચે યુક્રેન માં શીખ સમુદાય દ્વારા જરૂરિયાત મંદ માટે લંગર, જમવાની વ્યવસ્થા, આને અભિનંદન માટે શબ્દ ટૂંકા પડે” ટાઇટલ સાથે ગુરુનાનક લંગરની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ તસ્વીર ઘણા પત્રકારો, નેતાઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ યુક્રેનની હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. તેમજ, વાયરલ દાવા સાથે તસ્વીર 27 ફેબ્રુઆરીના “દિવ્ય ભાષ્કર” ન્યુઝ પેપર દ્વારા પણ છપાવામાં આવેલ છે.

Fact Check / Verification
યુક્રેન બોર્ડર પર શીખ સમાજ દ્વારા લંગર શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર ‘Being Sikh‘ નામના યુઝર દ્વારા નવેમ્બર 2016ના શેર કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે.
વધુ તપાસ દરમિયાન, 2016માં ફેસબુક પેજ પર ‘કલગીધરની કવિતાઓ’ પર સમાન તસ્વીર પોસ્ટ કરવામાં આવેલ છે. પોસ્ટના કેપ્શન મુજબ, સેન્ટ પરેડ દરમિયાન કેનેડાના ટોરોન્ટોના બ્રેમ્પટનમાં શીખ સેવા સોસાયટી દ્વારા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીંયા વાયરલ વિડિઓ અને શીખ સેવા સોસાયટીની તસ્વીર સરખામણી જોઈ શકાય છે.

જયારે, ટોરોન્ટોની શીખ સેવા સોસાયટી સાથે વાત કરતા જાણવા મળ્યું કે વાયરલ તસ્વીર 2016ની સેન્ટ પરેડ દરમિયાન લેવામાં આવી હતી. તેમજ તેમણે કહ્યું કે તેમની સંસ્થા કેનેડા ઑન્ટેરિયોની બહાર કામ કરતી નથી. શીખ સેવા સોસાયટીએ સ્પષ્ટતા કરી હતી કે વાયરલ તસ્વીર યુક્રેનની નથી, આ તસ્વીર કેનેડાના બ્રેમ્પટનમાં ચર્ચ સ્ટ્રીટ વેસ્ટની છે.

Conclusion
યુક્રેન બોર્ડર પર શીખ સમાજ દ્વારા લંગર માજ દ્વારા લંગર શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. કેનેડાના ટોરોન્ટોના બ્રેમ્પટનમાં શીખ સેવા સોસાયટી દ્વારા લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયરલ તસ્વીર 2016માં બ્રેમ્પટનમાં ચર્ચ સ્ટ્રીટ ખાતે લેવામાં આવેલ છે.
Result :- False Context/False
Our Source
Facebook/BeingSikh
Facebook/LadleKalgidharDe
Direct Contact
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044