અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય શરૂ થતા સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. સુન્ની વક્ફ બોર્ડ દ્વારા અયોધ્યામાં ફાળવવામાં આવેલ 5 એકર જમીન પર બાબરી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ કેપશન (અંઘભકતો, હવે બાબરી હોસ્પિટલ બનવા જઈ રહી છે તમારે ત્યાં લૂંટ થશે અને હોસ્પિટલમાં આવવાની દરેકને છુંટ, बाबरी हॉस्पिटल में वांट निकला है वार्ड बॉय और स्वीपर के लिए भक्त अप्लाई कर सकते हैं, सुप्रीम कोर्ट ने जो पांच एकड़ जमीन दी थी, सुन्नी वक्फ़ बोर्ड ने लिया फैसला उस पर बनेगा बाबरी हास्पिटल जो AIIMS के बराबर मुफ्त सुविधा देगा, મુસ્લિમો સુપ્રીમકોર્ટે આપેલી જમીન પર બાબરી મસ્જિદની જગ્યાએ બાબરી હોસ્પિટલ બનાવશે.જય શ્રી રામ )
Factcheck / Verification
વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા, linkedin પર આ તસ્વીર સાથે UVA Health System વિશે જાણકરી મળે છે. UVA વર્જિનિયામાં આવેલ હોસ્પિટલ છે. વાયરલ તસ્વીરમાં જે બાબરી હોસ્પિટલ બનવવા માટે બ્લુ પ્રિન્ટ બતાવવામાં આવેલ છે, તે વર્જિનિયામાં આવેલ UVA Health foundation છે.


આ ઉપરાંત અયોધ્યામાં વક્ફ બોર્ડ બાબરી હોસ્પિટલ બનાવવા અંગેના નિર્ણય પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. આ પ્રેસ રિલીઝ મુજબ 5 એકર જમીન પર ઈન્ડો – ઇસ્લામ ક્લચર ફાઉન્ડેશન બનાવવામાં આવશે, તેમજ રિસર્ચ સેન્ટર, લાઈબ્રેરી અને હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. સોશ્યલ મીડિયા પર બાબરી હોસ્પિટલ અને તેના ડિરેક્ટર પદ પર ડો.કાફિલ ખાન હોવાનો દાવો કરતી ખબર ભ્રામક છે.
Conclusion
વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો મળતા પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. વાયરલ તસ્વીર વર્જિનિયામાં આવેલ UVA Health foundation છે. જયારે બાબરી હોસ્પિટલ બનવા અંગે સુન્ની વક્ફ બોર્ડ દ્વારા પ્રેસ રિલીઝ મારફતે ખુલાસો કરવામાં આવેલ છે, માટે સોશ્યલ મીડિયા પર વાયરલ તમામ પોસ્ટ એક ભ્રામક ખબર છે.
Result :- False
Our source
university of virginia https://news.med.virginia.edu/medicinematters/uvasomrestriction/public/2017/09/02/cancer-endocrinology-nephrology-honored-in-u-s-news-world-reports-best-hospitals-guide-copy/
upsunniwaqfboard :- https://upsunniwaqfboard.org/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)