Claim :-
ઉત્તરાખંડના જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટના સાથે કેટલીક તસ્વીર અને વિડિઓ સોશ્યલ મીડિયા પર શેયર કરવામાં આવ્યા છે. આ ઘટના પર ટ્વીટર અને ફેસબુક પર અસંખ્ય લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ફેસબુક પેઈજ Voice of Gujarat અને Gujarat Exclusive દ્વારા આ ઘટના પર ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા, જે સાથે વિડિઓ અને તસ્વીર તેમજ ઘટનાની વિગત આપવામાં આવી છે. કેટલીક વાયરલ પોસ્ટ સાથે તસ્વીર શેયર કરવામાં આવી છે જેમાં નૈનિતાલ, અલીમોરા, દેહરાદૂન વગેરે જગ્યા નામ સાથે તસ્વીર મુકવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે અહીંયા ભીષણ આગ લાગેલ છે.



fact check :-
ANI દ્વારા ટ્વીટર પર 23 મેં 2020ના રોજ ટ્વીટ સાથે જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાખંડમાં પૌરી-ગઢવાલ જિલ્લામાં 5-6 હેકટર જંગલ વિસ્તારમાં આગ લાગેલ છે. જે બાદ સોશ્યલ મીડિયા પર અન્ય આગ લાગવાની તસ્વીર સાથે આ ન્યુઝ ફરતા થયા હતા.
વાયરલ પોસ્ટ પર તપાસ શરૂ કરતા ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ ઘટના પર ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા છે, જે પરથી આ ઘટના ભ્રામક હોવાનું સાબિત થાય છે. ન્યુઝ સંસ્થાન દ્વારા આપવામાં આવેલ વિગત પ્રમાણે ઉત્તરાખંડમાં આ પ્રકારે ભીષણ આગ લાગેલ નથી, તેમજ ઘટના સાથે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ તસ્વીર અને વિડિઓ ભ્રામક હોવાનું સાબિત થાય છે.



ત્યારબાદ ટ્વીટર પર ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિશ્યલ એકાઉન્ટ દ્વારા આ ઘટના પર ખુલાસો આપતી ટ્વીટ કરવામાં આવી છે, જે મુજબ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તમામ તસ્વીર જૂની અને ભ્રામક હોવાનું કહેવામાં આવ્યું છે.
ઉપરાંત Dr. PM Dhakate જે IFS ઓફિસર છે તેમના દ્વારા પર આ ઘટના પર વિડિઓ મારફતે ખુલાસો આપતી પોસ્ટ મુકવામાં આવી છે, જે મુજબ ઉત્તરાખંડમાં માત્ર એક જગ્યા પર સીમિત વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનેલ છે. તેમજ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ પોસ્ટ ભ્રામક હોવાનું કહેવામાં આવ્યું છે.
આ સાથે ટ્વીટર પર Dharm Singh IFS દ્વારા આગ લાગવા પર ડેટા જણાવતી પોસ્ટ મુકવામાં આવી છે, જે મુજબ 2019માં જે આગ લાગેલ હતી તેની સાપેક્ષમાં 2020માં ખુબ ઓછા વિસ્તારમાં આગ લાગેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર જે પ્રમાણે તસ્વીર શેયર કરવામાં આવી રહી છે જે જોતા ખુબ ભીષણ આગ લાગેલ હોવાનું જણાય છે, જે ભ્રામક માહિતી છે.
Conclusion :-
વાયરલ પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલ તસ્વીર અને વિડિઓ રિસર્ચ બાદ મળતા પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. ઉત્તરાખંડમાં આગ લાગેલ છે, પરંતુ વાયરલ પોસ્ટમાં જે પ્રમાણે ભીષણ આગના દર્શ્યો રજૂ કરવામાં આવ્યા છે તે ભ્રામક છે. આ ઘટના પર ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ IFS ઓફિસર દ્વારા આ ઘટના ભ્રામક હોવાનો ખુલાસો આપવામાં આવ્યો છે.
source :-
youtube
news report
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)