Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Jammu-Kashmir demolition drive on Rohingya Muslims houses
દુનિયામાં સૌથી પીડિત અલ્પસંખ્યક સમુદાયમાં રોહિંગ્યા મુસલમાન આવે છે. તેમની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેઓ જે પણ દેશમાં શરણ લે છે, ત્યાં તેમને દયાથી નહિ, પણ આંતરિક સુરક્ષા માટે ખતરારુપ જોવામાં આવે છે. બહુ જ ગરીબ, વંચિત એવો રોહિંગ્યા સમાજ પર આતંકવાદના કનેક્શનનો હંમેશા આરોપ લાગતો રહ્યો છે. આ કારણે જ અન્ય દેશ પણ તેમને શરણ આપવા રાજી નથી.
કાશીમરમાં 370 કલમ રદ્દ થયા બાદ રોહિંગ્યા મુસલમાનો અંગે અવાર-નવાર ન્યુઝ સાંભળવા મળતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર રોહિંગ્યા નેતા અબ્દુલ્લા સરકાર દ્વારા બનવવામાં આવેલ વસાહત ઉપર ગઈકાલે કેંદ્ર સરકાર દ્વારા બુલડોઝર ફેરવ્યું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ જેમાં રોહિંગ્યા મુસલમાનો ના ઘર અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા Jammu Links News જોવા મળે છે.
વાયરલ ઘટના સંબધિત માહિતી માટે ગુગલ સર્ચ કરતા Jammu Links News દ્વારા 5 જૂન 2021ના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ શ્રીનગરમાં Lakes and Waterways Development Authority દ્વારા અવૈધ બાંધકામ અને જગ્યા ખાલી કરાવવા તેમજ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત Lakes and Waterways Development Authority દ્વારા આગાઉ પણ દબાણ હટાવવા અંગે કરવામાં આવેલ કામગીરી પર ન્યુઝ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વિડિઓ પણ જોવા મળે છે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારમાં ગ્રીન બેલ્ટમાં આવતા વિસ્તારમાં બાંધવામાં આવેલ અવૈધ બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :- UPSCમાં આરક્ષણના નિયમને કારણે સારા માર્ક્સ હોવા છતાં રાજેશ તિવારી નોકરી ના મેળવી શક્યો, જાણો શું છે સત્ય
આ સંસ્થા દ્વારા પર્યાવરણ લક્ષી અન્ય કામગિરી પણ કરવામાં આવી રહી છે, જે અંગે તેમની આધિકારિક વેબસાઈટ પર વધુ માહિતી જોઈ શકાય છે. (LWDA)
વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો કે માત્ર રોહિંગ્યા મુસલમાનો ના ઘર અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. જે અંગે અમે LWDA સંસ્થાના વાઇસ ચેરમેન Mr. Bashir Ahmad Bhat સાથે વાતચીત કરી જેમાં તેમણે જણાવ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા છે, ગ્રીન બેલ્ટમાં આવતા આવા તમામ ઘર કે દુકાનો હટાવવામાં આવી રહ્યા છે, આ પ્રક્રિયાને કોઈ જતી કે સમુદાયને ધાયને રાખી કરવામાં આવતી નથી.
Conclusion
જમ્મુ-કાશ્મીરમાં માત્ર રોહિંગ્યા મુસલમાનો ના ઘર અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. Lakes and Waterways Development Authority દ્વારા ગ્રીન બેલ્ટમાં આવતા આવા તમામ વિસ્તારો પર દબાણ તેમજ અવૈધ બાંધકામ તોડી પાડવા આદેશ આપવામાં આવ્યા છે. વાયરલ વિડિઓને એક સમુદાયના નામ સાથે જોડી ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
LWDA (Lakes and Waterways Development Authority)
Direct Contact
YouTube Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.