Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ધરપકડ કરવામાં આવી છે.
વાયરલ વીડિયોમાં એક મહિલા દેખાઈ રહી છે, જેની આસપાસ ભારે પોલીસ ફોર્સ જોઈ શકાય છે. કેટલીક મહિલા પોલીસકર્મીઓ તેને બળજબરીથી પકડી રાખે છે. ફેસબુક પર ‘આમ આદમી પાર્ટી- ગુજરાત‘ દ્વારા “નપુર શર્મા ની ધરપકડ ?” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વિડીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે ફરાર નૂપુર શર્મા પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે.
પયગંબર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ નુપુર શર્માની ધરપકડની માંગ સતત વધી રહી છે. આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિરોધ પણ થયો હતો. નુપુર વિરુદ્ધ કોલકાતા અને મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી હતી. આ પછી એવા પણ સમાચાર આવ્યા હતા કે મુંબઈ પોલીસને નુપુર શર્માનો કોઈ પત્તો નથી મળી રહ્યો. જો કે, હિન્દુસ્તાન ટાઈમ્સના તાજેતરના અહેવાલ મુજબ, નુપુર શર્માએ ઈ-મેલ દ્વારા કોલકાતા પોલીસ પાસે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે . નૂપુરનું કહેવું છે કે તેના પર હુમલો થઈ શકે છે, જેના કારણે તે પોલીસ સમક્ષ હાજર થઈ શકતી નથી.
આ પણ વાંચો : પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીનો જૂનો વિડિઓ અગ્નિપથ યોજના ના સંદર્ભમાં વાયરલ
Fact Check / Verification
નુપુર શર્માની ધરપકડ કરવામાં આવી હોવાના દાવા અંગે વાયરલ થયેલા વિડીયોને ગુગલ રિવર્સ સર્ચની મદદથી આ વીડિયો શેર કરનાર સિંદબાદ ખાન નામના વ્યક્તિની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી છે કે આ વીડિયો તારાનગરના ખેડૂત પ્રદર્શનનો છે અને તે મહિલાનું નામ ભૂમિ બિરમી છે.
આ પછી, કેટલાક કીવર્ડ્સની મદદથી સર્ચ કરવા પર, અમને ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર 16 જૂન 2022ના પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. જે મુજબ, રાજસ્થાનના ચુરુના તારાનગરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણ સમયે આ વિડીયો લેવામાં આવેલ છે.
યુટ્યુબ વિડીયોમાં જે અથડામણના દ્રશ્યો જોવા મળે છે તે વાયરલ વિડીયો જેવા જ છે. યુટ્યુબ વીડિયો બીજી બાજુથી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમાં દેખાતા લોકોના કપડા વાઈરલ વીડિયોમાં દેખાઈ રહેલા પોલીસકર્મી અને મહિલાના કપડાં સાથે મેચ થઈ રહ્યા છે.
ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝના રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે તારાનગરમાં પાક વીમાના દાવાની માંગણીને લઈને SDM ઓફિસની સામે વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ખેડૂતો અખિલ ભારતીય કિસાન સભા સાથે જોડાયેલા છે, જેઓ તેમની માંગણીઓ માટે છેલ્લા 99 દિવસથી તારાનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
આ માહિતીના આધારે અમે ફેસબુક પર કેટલાક કીવર્ડ દ્વારા જાણવાનો પ્રયાસ કર્યો કે વીડિયોમાં દેખાતી મહિલા કોણ છે. જે મુદ્દે પ્રકાશમાં આવ્યું છે કે કેટલાક યુઝર્સ દ્વારા 16 જૂને વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન શેર કરવામાં આવ્યું હતું અને જેમાં લખ્યું હતું કે આ મહિલા ભૂમિ બિરમી છે.
ભૂમિ બિરમીની ફેસબુક પ્રોફાઇલ પ્રમાણે તે તારાનગરમાં રહે છે અને ચુરુમાં ભારતીય કિસાન યુનિયનની મહિલા વિંગની જિલ્લા પ્રમુખ છે. ભૂમિએ 15 જૂનના રોજ વાયરલ થયેલા વીડિયો સહિત પોલીસ સાથેની અથડામણના કેટલાક અન્ય વીડિયો પણ શેર કર્યા હતા.
ઘટના અંગે સચોટ માહિતી માટે અમે ભૂમિ બિરમીનો સંપર્ક કર્યો. ભૂમિએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે વાયરલ વીડિયોમાં નૂપુર શર્મા નથી. ભૂમિએ જણાવ્યું કે તે અને તેના સાથી 15 જૂને તેમની માંગણીઓ સાથે SDM ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાનો નુપુરુ શર્મા સાથે કોઈ સંબંધ નથી.
Conclusion
નુપુર શર્માની ધરપકડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર તારાનગરમાં પાક વીમાના દાવાની માંગણીને લઈને SDM ઓફિસની સામે વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સમયે લેવામાં આવેલ છે. ઉપરાંત, વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ મહિલા ભારતીય કિસાન યુનિયનની મહિલા વિંગની જિલ્લા પ્રમુખ ભૂમિ બિરમી છે. વાયરલ વિડિઓ ભ્રામક દાવા સાથે નૂપુર શર્મા કેસના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
Result : False
Our Source
Comment by a Facebook user Mubarak Rawn, posted on June 20, 2022
YouTube Video of First India News, uploaded on June 16, 2022
Quote of BKU member Bhumi Birmi
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.