Friday, December 5, 2025

Fact Check

પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીનો જૂનો વિડિઓ અગ્નિપથ યોજના ના સંદર્ભમાં વાયરલ

banner_image

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાની ઘણી ઘટનાઓ સામે આવી છે. અગ્નિપથ યોજના લાગુ થવાથી યુવાનોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે, જે ક્રમમાં અનેક રાજ્યોમાં હિંસાના બનાવો બન્યા છે. યુવાનો દ્વારા કેટલાક સ્ટેશનો પર તોડફોડ અને ટ્રેનને આગ લગાવવામાં પણ આવી હતી, જે ઘટના સંદર્ભે અનેક વિડિઓ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા છે.

અગ્નિપથ યોજના ના વિરોધમાં ચાલી રહેલ હિંસક ઘટનાઓ સંદર્ભેમાં ફેસબુક પર વિજય સવાણી દ્વારા એક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જેમાં પોલીસકર્મી પોતાના ઉપરી અધિકારીને માહિતી આપતા સાંભળી શકાય છે કે ભાજપના લોકો વિસ્ફોટક અને હથિયારો લઈને આવ્યા છે. ફેસબુક પર “સાંભળો આ પોલીસ અધિકારી શું બોલી રહ્યા છે” ટાઇટલ સાથે વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.

અગ્નિપથ યોજના
Image Courtesy : Facebook /
Vijay Savani

આ પણ વાંચો : અગ્નિપથ યોજના ના વિરોધમાં તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી હોવાના દાવા સાથે બિહારનો વિડિઓ વાયરલ

Fact Check / Verification

પોલીસકર્મીએ તેના ઉપરી અધિકારીઓને ભાજપના કાર્યકરો સાથે બોમ્બ હોવાની માહિતી આપી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ સર્ચ કરતા 10 જુલાઈ, 2021 ના ​​રોજ મોજો સ્ટોરી દ્વારા અપલોડ કરવામાં આવેલ યુટ્યુબ વિડિઓ જોવા મળે છે. જે અનુસાર, આ વિડિયો યુપીના ઈટાવાનો છે, જ્યાં બ્લોક ચીફ ઈલેક્શન દરમિયાન પોલીસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

નવભારત ટાઈમ્સ દ્વારા 11 જુલાઈ, 2021ના રોજ પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, યુપીના ઈટાવામાં બ્લોક ચીફ ચૂંટણી દરમિયાન ભાજપના ધારાસભ્ય સરિતા ભદૌરિયાના સમર્થકોની એસપી સિટી પ્રશાંત કુમાર સાથે મારામારી થઈ હતી.

અગ્નિપથ યોજના
Image Courtesy : navbharattimes

આ ઘટના અંગે ટ્વિટર એડવાન્સ સર્ચ કરતા 8 જુલાઈ, 2021 અને જુલાઈ 12, 2021 વચ્ચે ઈટાવા પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી ટ્વીટ્સની તપાસ કરતાં, અમને જાણવા મળ્યું કે આ વીડિયો ખરેખર ઈટાવાનો છે.

Conclusion

પોલીસકર્મીએ તેના ઉપરી અધિકારીઓને ભાજપના કાર્યકરો સાથે બોમ્બ હોવાની માહિતી આપી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ખરેખર 2021માં યુપીના ઈટાવામાં બ્લોક ચીફ ચૂંટણી દરમિયાન સર્જાયેલ દ્રશ્યો છે. વાયરલ વિડિઓ હાલમાં અગ્નિપથ યોજના અંગે ચાલી રહેલ વિરોધના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

Result : Missing Context

Our Source

Video report published by Mojo Story on 10 July, 2021
Article published by Navbharat Times on 11 July, 2021
Tweets shared by Etawah Police on 10 July, 2021


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,439

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage