Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Video Game Visuals Passed Off as Israel Air Defense System
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યારસુધી 126 લોકો માર્યા ગયા છે. જેમાં 31 બાળકો સામેલ છે. બંને પક્ષના હુમલામાં અત્યારસુધી 950થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 9 ઈઝરાયેલના છે અને બાકીના બધા પેલેસ્ટાઈન હતા. આ દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ની માઈન્ડ ગેમ સામે આવી છે. IDFએ હમાસના આતંકીઓને મારવા માટે શુક્રવારના રોજ મીડિયામાં વાત ફેલાવી દીધી હતી કે ઈઝરાયલ આર્મી ગાઝા પટ્ટી પર હુમલો કરવાની છે.
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરીને ઈઝરાયેલ સાથે ચાલુ ઘર્ષણમાં હસ્તક્ષેપ કરવાનો અને ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થઈ રહેલા હુમલાને બંધ કરવા માટે આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત બન્ને પક્ષ તરફથી રોકેટ , મિસાઈલ છોડવામાં આવ્યા હતા. આ હુમલા પર અનેક વિડિઓ સોશ્યલ મીડિયા પર લોકો દ્વારા શેર કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક ભ્રામક વિડિઓ અંગે અગાઉ ફેક્ટ ચેક કરવામાં આવેલ છે. (Video Game Visuals Passed Off as Israel Air Defense System)
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સંદર્ભે ફેસબુક પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ઇઝરાયેલના ફાઈટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો “હમાસે ( ગાઝા ) બહુ પ્રયત્નો કર્યા પણ *છેલ્લે ઇઝરાયેલ ના ફાઈટરે બધું ઉડાડી દીધું” કેપશન સાથે ફેસબુક પર આ વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે વાયરલ વિડિઓ પર વધુ સર્ચ કરતા “Israel defense system” કેપશન સાથે અન્ય ફેસબુક પોસ્ટ પણ જોવા મળે છે.
ઇઝરાયેલના ફાઈટર જેટ દ્વારા હમાસના કોઈ એક કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ invid ટુલ્સ દ્વારા ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Compared Combat ચેનલ પર જાન્યુઆરી 2021ના પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
આ વિડિઓ સાથે “ArmA 3 – C-RAM in Action – Shooting Down Hostile Jet” માહિતી આપવામાં આવેલ છે. જેના પર ગુગલ સર્ચ કરતા arma3.com વેબસાઈટ જોવા મળે છે, જે એક વિડિઓ ગેમ મેકર સોફટવેર કંપની છે. વાયરલ વિડિઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલ હુમલાનો નહીં પરંતુ ArmA3 વિડિઓ ગેમ છે.
યુટ્યુબ પર Shooting Down Hostile Jet Simulation સર્ચ કરતા સમાન વાયરલ વિડિઓ અલગ-અલગ ચેનલ દ્વારા પબ્લિશ કરાયેલ જોવા મળે છે. જેમાં Dec 27, 2020 સૌથી જૂનો વિડિઓ જોઈ શકાય છે. જયારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હાલમાં શરૂ થયેલ છે.
Israel Defense Forces દ્વારા ટ્વીટર મારફતે ગાઝા અને ઇઝરાયેલ વચ્ચે થયેલ હુમલા અંગે કેટલીક જાણકારી શેર કરવામાં આવેલ છે.
ઇઝરાયેલ અને ગાઝા પર વાયરલ થયેલ વધુ એક ભ્રામક ખબર :- શું ઇઝરાયેલ દ્વારા મસ્જીદ પર મિસાઈલ છોડવામાં આવી છે, જાણો શું છે વાયરલ વિડિઓ પાછળ હકીકત
આ વાયરલ વિડિઓ અંગે ટ્વીટર પર જર્નાલિસ્ટ PrensaSinMordaza દ્વારા ટ્વીટ કરતા જણાવ્યું છે કે વાયરલ વિડિઓ ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે થયેલ યુદ્ધ નથી. વાયરલ વિડિઓ ArmA3 વિડિઓ ગેમ છે.
છેલ્લે ઇઝરાયેલ ના ફાઈટરે બધું ઉડાડી દીધું કેપશન સાથે ફેસબુક પર વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. ઇઝરાયેલ અને હામાઝ વચ્ચે થયેલ હુમલા નો વિડિઓ હોવાના ભ્રામક દાવા સાથે ArmA3 વિડિઓ ગેમ નો વિડિઓ વાયરલ કરવામાં આવેલ છે.
Compared Combat
arma3.com
Israel Defense Forces
PrensaSinMordaza
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 21, 2025
Dipalkumar Shah
May 17, 2025