અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. હાલમાં તાલિબાન દ્વારા (Kabul airport) કાબુલ એરપોર્ટ ખાતે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. સોશ્યલ મીડિયા પર તાલિબાન અને અફઘાનિસ્તાન અંગે ઘણા ભ્રામક વિડિઓ પણ વાયરલ થયેલા જોવા મળ્યા છે, જે અંગે newschecker દ્વારા ફેકટચેક રજૂ કરવામાં આવેલ છે.
(Kabul airport) “કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી વિસ્ફોટ, 60નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 150 ઘાયલ, ISIS ખુરાસન ગ્રુપ પર હુમલાનો આરોપ” હેડલાઈન સાથે વાયરલ વિડિઓ ન્યુઝ સંસ્થાન Bardoli Guide, Mukhya_Samachar, Divya Kesari Newspaper અને Mantavya દ્વારા શેર કરવામાં આવેલ છે. નોંધપાત્ર છે કે કાબુલ એરપોર્ટ પર થયેલ બ્લાસ્ટ અંગેના વિડિઓને કુલ 25K થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

Factcheck / Verification
અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ નજીક થયેલા બોમ્બ વિસ્ફોટના વાયરલ વિડિઓ અંગે જાણકારી માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં aa.com અને euronews પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ આ ઘટના ઇઝરાયેલ દ્વારા ગાઝા બોર્ડર નજીક કરવામાં આવેલ એર સ્ટ્રાઇકના દર્શ્યો છે. ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટીમાં આવેલ પેલેસ્ટાઇનના ગ્રુપ પર હવાઈ હુમલા કર્યા હતા.

મળતી માહિતી અનુસાર વધુ સર્ચ કરતા યુટ્યુબ પર A Haber ચેનલ દ્વારા 22 ઓગષ્ટના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર ગાઝા-ઇઝરાયલ સરહદ પર એકઠા થયેલા સેંકડો પેલેસ્ટાઇનિયનો દ્વારા દેખાવો બાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી બેની ગેન્ટ્ઝે સરહદ પર પ્રદર્શન દરમિયાન ઇઝરાયલી સૈનિકને ગોળી મારવાનો જવાબ આપવાની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ, ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો હતો.
જયારે, કાબુલ એરપોર્ટ નજીક હુમલો થયા હોવાના સમાચાર અંગે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે. nytimes દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ પેન્ટાગોને જણાવ્યું હતું કે કાબુલના એરપોર્ટ પર થયેલા વિસ્ફોટ જેમાં 170 થી વધુ લોકો માર્યા ગયાની જવાબદારી સ્વીકારનાર પર ડ્રોન હુમલો કરી આતંકવાદી જૂથના આયોજકને માર્યો હોવાનું જણાય છે.
Conclusion
તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇન ગ્રુપ કરવામાં આવેલ એર સ્ટ્રાઇકના દ્રશ્યો છે.
Result :- False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044