Fact Check
બ્રાઝીલમાં હેલીકૉપટર સાથે થયેલ અકસ્માતનો વિડિઓ અમૃતસરનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
અમૃતસરમાં હેલીકૉપટર અને ટ્રક વચ્ચે અકસ્માત વાયરલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા “Only possible India Amritsar ratan singh chowk helicopter naal truck da accident” ( માત્ર ભારતમાં શક્ય છે, અમૃતસર રતન સિંહ ચોક હેલીકૉપટર અને ટ્રક વચ્ચે અકસ્માત) કેપશન સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.

ફેસબુક વાયરલ વિડિઓ જોવા અહીં ક્લીક કરો
Fact check / verification
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, dailymail દ્વારા જાન્યુઆરી 2020ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ બ્રાઝીલમાં પોલીસ હેલીકૉપટર સાથે ટ્રકનો અકસ્માત થયેલ છે, જેમાં બે વ્યક્તિ ઘાયલ પણ થયેલ છે.

બ્રાઝીલમાં બનેલ આ ઘટના પર કરતલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર આ વિડિઓ મળી આવે છે, જે 19 જાન્યુઆરીના અપલોડ કરવામાં આવેલ છે. તેમજ ગુગલ સર્ચ પર africacheck દ્વારા આ વિડિઓ પર ફેબ્રુઆરી 2020ના કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટ જોવા મળે છે.
તેમજ reporterbetoribeiro વેબસાઈટ પર અકસ્માત બાદ લેવામાં આવેલ તસ્વીર જોવા મળે છે, જેમાં હેલીકૉપટર પર “Segurança Pública” જે પોર્ટુગીઝ ભાષામાં જોવા મળે છે. જેનો મતલબ Public Security Police થાય છે.


Conclusion
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. અમૃતસરમાં આ પ્રકારે કોઈપણ અકસ્માત બનેલ નથી, બ્રાઝીલમાં ટ્રક અને હેલીકૉપટર વચ્ચે થયેલ અકસ્માતનો વિડિઓ ભ્રામક કેપશન સાથે અમૃતસરમાં રતન ચોકમાં બનેલ ઘટના હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
Result : ભ્રામક દાવો (Misleading)
- Our Source
- Youtube
- News Report
- Keyword Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)