WeeklyWrap : રતન ટાટાએ રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું તો બીજી તરફ ભાજપે 2024ની ચૂંટણી માટે ‘ફ્રી રિચાર્જ યોજના’ શરૂ કરી હોવાની અફવાઓ વાયરલ થઈ તો ઇઝરાયલ અને ગાઝા યુદ્ધના સંદર્ભમાં ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો હોવાના દાવા પર TOP ફેક્ટ ચેક અહીં વાંચો.

શું રતન ટાટાએ રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું? જાણો શું છે સત્ય
અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને લઈને એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ઝંડા સાથે ઘૂમવા બદલ ICCએ રાશિદ ખાન પર 55 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ પછી ઉદ્યોગપતિ રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ રાશિદ ખાનનો દંડ પોતે ચૂકવશે અને 10 કરોડ રૂપિયા ચૂકવવાનું વચન આપ્યું.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

ભાજપે 2024ની ચૂંટણી માટે ‘ફ્રી રિચાર્જ યોજના’ શરૂ કરી?
સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની સામાન્ય ચૂંટણીમાં વધુ લોકો ભાજપને મત આપી શકે તે માટે “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
દાવો કરવામાં આવી રહ્યો છે કે “ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો છે અને આ બોમ્બનો ઉપયોગ સુરંગો બંધ કરવા માટે ઉપયોગમાં લેવાશે” જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

ગાઝાના ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ તસ્વીરનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની તસ્વીર વાયરલ થઈ રહી છે. યુઝર્સ આ તર્સ્વીર ગાઝા શહેર પર હાલમાં થયેલા હુમલાના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044