Fact Check
WeeklyWrap : ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધથી લઈને ભારત-પાકિસ્તાન મેચ અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં એક તરફ ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા હોવાનો દાવો બીજી તરફ ઇઝરાયનો ઝંડો સળગાવવામાં આવ્યો હોવાના દાવાનું સત્ય

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અંશે લોકો ફસાયા છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર મિસાઇલ વડે હુમલા કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “ક્યારેક યુક્રેન તો ક્યારેક ફિલીસ્તીનીઓ ભારતના ઝંડાનો બચાવ માટે ઉપયોગ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યાં છે. જો..કે ન્યુઝચેકરની તપાસમાં આ ઘટના જૂની અને અન્ય કારણો સાથે જોડાયેલી હોવાની જાણકારી મળી આવી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ ઠંડુ પડવાનું નામ નથી લઇ રહ્યું. સોશ્યલ મીડિયા પર મિસાઈલ હુમલા, વિરોધ પ્રદશનથી લઈને લોકોને પડી રહેલ હાલાકી ના અનેક વિડીયો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં કેટલાક લોકો ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઇઝરાયલના ઝંડાને આગ લગાવી રહેલ વ્યક્તિ પણ આગની લપેટમાં જોઈ શકાય છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય
અમદાવાદ ખાતે રમાયેલ ભારત-પાકિસ્તાનની મેચમાં ભારતની જીત થઈ. લોકોએ ભારતની જીતની ઉજવણી પણ કરી આ સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર પણ અનેક પોસ્ટ જોવા મળી હતી. આ ક્રમમાં પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા હોવાના દાવા સાથે પણ કેટલીક પોસ્ટ જોવા મળી. ફેસબુક યુઝર “પાકિસ્તાન થી ટીવી ફોડવા ના રુજાન આવવાં મંડ્યા” ટાઇટલ સાથે તસ્વીર શેર કરી રહ્યા છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર જૂની અને ક્રિકેટ સાથે જોડાયેલ ન હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવ્યું? જાણો સત્ય
દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. આ સંદર્ભમાં રાહુલ ગાંધીનો એક ભાષણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવી રહ્યા છે. ફેસબુક યુઝર “રાહુલ ગાંધીએ કોંગ્રેસની પોળ ખોલી” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નિધન થયું છે? જાણો શું છે સત્ય
જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નિધન થયું હોવાના દાવાએ ખુબ જોર પકડ્યું છે. સંદેશ ન્યુઝ, મિડડે , ડેક્કન હેરાલ્ડ , ફર્સ્ટપોસ્ટ જેવા અન્ય પ્રકાશનો દ્વારા પણ આ દાવો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044