WeeklyWrap : એક તરફ ગરબે ઘૂમી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો તો બીજી તરફ શુભમન ગિલ અને સારા તેંડુલકરની થઈ. તો 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસે ફરી રિચાર્જ યોજના શરૂ કરી હોવાનો દાવો છે અને અયોધ્યા મેટ્રો સ્ટેશનને લઈને ભ્રામક તસ્વીર વાયરલ થઈ છે.

શું રાહુલ ગાંધીએ ત્રણ મહિના ફ્રી રિચાર્જ ઓફર આપી જાહેર કરી છે?
સોશ્યલ મીડિયા ગ્રુપ્સ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર આપી રહ્યા છે, જેથી વધુ લોકો 2024ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી શકે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ઈરાની ગેંગ શહેરમાં બ્લેન્કેટ વહેંચવાના નામે લૂંટ ચલાવી રહ્યા છે?
સોશ્યલ મીડિયા પર એક ન્યુઝપેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કેટલાક લોકોના ચહેરા જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે આ લોકો બ્લેન્કેટ વહેંચવાના નામે લૂંટ ચલાવી રહ્યા છે. ફેસબુક પોસ્ટમાં ન્યુઝપેપર કટિંગ સાથે લખવામાં આવ્યું છે કે “આ લોકો બ્લેનકેટ વેચવા ના બહાને બપોરે આવે છે .સોસાયટી,ફલેટો માં આ ચહેરા દેખાય તો પોલીસ ને જાણ કરો”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું વાયરલ તસ્વીરમાં ખેરખર સારા તેંડુલકર સાથે શુભમન ગીલ છે?
ભારતીય ક્રિકેટર શુભમન ગીલને લઈને સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. ફેસબુક પર શુભમન ગીલ અને સારા તેંડુલકરની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ભારતીય ક્રિકેટર શુભમન ગિલના સંબંધને લઈ સોશ્યલ મીડિયા અને ફેન્સમાં ખુબ ચર્ચાઓ ચાલી રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું આ અયોધ્યા મેટ્રો સ્ટેશન છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય
સોશ્યલ મીડિયા પર અયોધ્યામાં નવું તૈયાર થઈ રહેલ મેટ્રો સ્ટેશનની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં ભવ્ય બાંધકામ સાથે ભગવાન રામની તસ્વીર જોઈ શકાય છે. ફેસબુક યુઝર્સ “અયોધ્યા મેટ્રો સ્ટેશન” ટાઇટલ સાથે તસ્વીર શેર કરી રહ્યા છે. જો…કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર ભ્રામક હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું પીએમ મોદી ગરબે રમી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
સોશ્યલ મીડિયા પર પીએમ મોદી ગરબે રમી રહ્યા હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પીએમ મોદી જેવા દેખાતા વ્યક્તિ દ્વારા ગરબા રમવામાં આવી રહ્યા છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયોમાં પીએમ મોદી નહીં પરંતુ અન્ય વ્યક્તિ હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044