Fact Check
WeeklyWrap : વર્લ્ડ કપ ફાઇનલ મેચથી લઈને આવનાર ચૂંટણી સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : એક તરફ વર્લ્ડ કપની ફાઈનલમાં 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો બીજી તરફ પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાનો વિડીયો વાયરલ થયો. વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયો જયારે અમિત શાહે પીએમ મોદીની ડિગ્રીને લઈને સવાલ ઉભા કર્યા હોવાના દાવાઓ પર TOP 5 ફેક્ટ ચેક

શું વર્લ્ડ કપની ફાઈનલમાં 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો?
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં 19 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મેન્સ વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન લગભગ 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી
વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી આપ્યા બાદ સ્ટેજ પરથી મોં ફેરવતા જોવા મળી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ જાહેર સભામાં લોકોને ભારત માતાનો અર્થ પૂછતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી અને તેઓ ભારત માતાનું અપમાન કરી રહ્યા છે”.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું અમિત શાહે પીએમ મોદીની ડિગ્રીઓને નકલી ગણાવી છે?
દેશના ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓને નકલી હોવાનું કહેતા જોવા મળી રહ્યા છે. જો કે અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

જાણો દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીરનું સત્ય
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં એક છોકરી દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી જોઈ શકાય છે. યુઝર્સ આ તસવીરને હાલમાં અયોધ્યા ખાતે યોજાયેલ દીપ મહોત્સવની હોવાના દાવા સાથે વાયરલ કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044