WeeklyWrap : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાના કેટલાક વાયરલ વિડીયો અંગે ફેલાયેલ અફવાઓ બીજી તરફ પીએમ મોદીના કેટલાક જુના વિડીયો પર ફેલાયેલ ભ્રામક દાવા અંગે કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટને એડિટ કરીને ભ્રામક લખાણ સાથે કરવામાં આવી વાયરલ
ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેરાત કરતા સાથે સોશ્યલ મીડિયા પર પર ગોપાલ ઈટાલીયા દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલ એક પોસ્ટનો સ્ક્રીન શોટ શેર થઈ રહ્યો છે. આ સ્ક્રીન શોટમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે “હું પાટીદાર ચુ એટલે અરવિંદ કેજરીવાલે મને મુખ્યમંત્રીનો ઉમેદવાર ના બનાવ્યો, કેજરીવાલ ફક્ત પાટીદારો વોટ જ લેવા માંગે છે.“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં ભારે ભીડ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ફેસબુક યુઝર્સ “રાજકોટમાં સ્થાનીય લોકો મોટી સંખ્યામાં ‘આપ’ના રોડ-શોમાં જોડાયા #અરવિંદકેજરીવાલ” ટાઇટલ સાથે એક તસ્વીર શેર કરી રહ્યા છે. આ તસ્વીર કોઈ બિલ્ડીંગ પરથી લેવામાં આવી હોવાનું જણાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો રોડ પર જોવા મળી રહ્યાં છે. વાયરલ તસ્વીરને આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં યુઝર્સ શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાના વાયરલ વિડીયોને “પબુભા માણેક બાદ ભાજપના બીજા એક ધારાસભ્ય પણ મોદીની પોલ ખોલી કહ્યું કે મોદી અને શાહ ચૂંટણી જીતવા માટે દંગાવો કરાવે છે #BJPExposed” ટાઇટલ સાથે ફેસબુક યુઝર્સ શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

પંજાબના લોકોએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વોટ ના આપવા અપીલ કરી હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મેદાનમાં આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ મોડેલને લઈને ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રચાર કરી રહી છે. સોશ્યલ મીડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હોય તેમ અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના લોકો ગુજરાતના ગામડે-ગામડે ફરીને આમ આદમી પાર્ટીને વોટ ના આપવા અપીલ કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

બેંગલુરુમાં તૈયાર થયેલ એરપોર્ટનો વિડીયો અરુણાચલ પ્રદેશનું એરપોર્ટ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
અરુણાચલ પ્રદેશમાં વાંસ માંથી બનાવેલ એક એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એરપોર્ટની કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે. ફેસબુક યુઝર્સ “અરુણાચલ પ્રદેશ એરપોર્ટ.. બાંબુમાંથી બનાવેલું.. અદભૂત અને આકર્ષક..૫૬ સેકન્ડ ની અવધિ vdo ની.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે” ટાઇટલ સાથે આ પોસ્ટ શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044