WeeklyWrap : પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું વાયરલ તો આ તરફ રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વિડીયો વાયરલ થયો અને ગુજરાતની શાળામાં મુસ્લિમ યુવક દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ ભ્રામક અફવાઓ પર TOP ફેકટચેક

પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધન બાદ સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં વડા પ્રધાનને વાળ અને દાઢી અને મૂછ વગર જોઈ શકાય છે. આ તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે હિંદુ ધાર્મિક વિધિઓને અનુસરીને પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ગુજરાતની શાળાના વાયરલ વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને ભ્રામક દાવા સાથે કરવામાં આવ્યો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ નશાની હાલતમાં તોડફોડ કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં વ્યક્તિ દેવી સરસ્વતીની તસ્વીરને લાત મારતો પણ જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં તોડફોડ કરતા જોવા મળતો વ્યક્તિ મુસ્લિમ સમુદાયનો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

યમુના એક્સપ્રેસવેનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં યમુના એક્સપ્રેસ હાઈ-વે પર ધુમ્મસના કારણે કાર અકસ્માતના દર્શ્યો જોવા મળે છે. વીડિયોમાં એક પછી એક કાર ધુમ્મ્સના કારણે અથડાતા જોવા મળે છે. ફેસબુક યુઝર્સ “યમુના એક્સપ્રેસ હાઈવે પર ખતરનાક અકસ્માત” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
ભારત જોડ યાત્રા તેના અંતિમ ચરણમાં પહોંચવા જઈ રહી છે. સોશ્યલ મીડિયા પર યાત્રાને લઈને અનેક પ્રકારે ભ્રામક અફવાઓ ફેલાઈ રહી છે. જે ક્રમમાં ફેસબુક યુઝર ચૂંટલી એક્સપ્રેસ દ્વારા “ભારતના તિરંગાને ઉખાડવા માંગે છે આ પપ્પૂ?” ટાઇટલ સાથે રાહુલ ગાંધીનો એક વિડીયો શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044