Uncategorized @gu
2016ની રેલીના વિડિઓને પંજાબમાં nrcનો વિરોધના નામે ખોટા દાવા સાથે વાયરલ…
ક્લેમ :-
કેટલાક ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેયર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વિડિયો હાલમાં પંજાબમાં NRC ના વિરોધમાં નીકળેલી રેલીનો છે.”
વેરિફિકેશન :-
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અનેક પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને KHALSA GATKA GROUP દ્વારા 2016ના પબ્લિશ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો. જે વિડિયો પોસ્ટમાં શેયર કરવામાં આવ્યો છે.
શિવસેનાની એક રેલી સામે શિખ કટ્ટરપંથિયો દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી. જે સમાચારને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પણ પબ્લિશ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત Global Punjab Tv દ્વારા આ અગેનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો હતો.

વાયરલ પોસ્ટના વિડીઓ અને દાવાની તપાસ કરતા મળતા પરિણામોથી સાબિત થાય છે કે પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ 3 વર્ષ પહેલા એટલેકે 2016નો છે. શિવસેનાની રેલી સામે શીખ કટ્ટરપથીઓ દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી, તેનો વિડિયો છે, જેને NRCનો વિરોધ હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
YOUTUBE SEARCH
NEWS REPORT
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)