WeeklyWrap : અમદાવાદ ખાતે આપ પાર્ટીના રોડ-શોમાં 25 કરોડ લોકો ભેગા થયા તો આ તરફ UP CM યોગીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાનો સંદેશ આપ્યો જયારે વધતા પેટ્રોલના ભાવ મુદ્દે સ્મૃતિ ઈરાનીએ PM મોદીનું સમર્થન કરવા કહ્યું હોવાના ભ્રામક દાવાઓ અંગે કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

CM કેજરીવાલ શહીદ ભગતસિંહ સ્મારક ખાતે બુટ પહેરીને પહોંચ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
ફેસબુક પર “અંગ્રેજ કી ઓલાદ” ટાઇટલ સાથે આ તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે, તસ્વીર સાથે જ હિન્દી ભાષામાં લખાણ જોવા મળે છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “शहीद भगतसिंह स्मारक पर सब ने जूते चप्पल उतार दिए केवल लार्ड कर्जन की औलाद ने जूते पहने है“

UP CM યોગીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાનો સંદેશ આપ્યો હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
CM યોગી આદિત્યનાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાની વાત કરી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે. વાયરલ વીડિઓમાં આદિત્યનાથ કહી રહ્યા છે કે “શાહરૂખ ખાન અન્ય લોકોની જેમ ભારત વિરોધી અવાજ ઉઠાવી રહ્યો છે અને તેણે યાદ રાખવું જોઈએ કે જો દેશનો બહુમતી સમાજ તેની ફિલ્મોનો બહિષ્કાર કરશે તો તે રસ્તા પર આવી જશે.” તેમજ વીડિયોના અંતમાં યોગી તો ત્યાં સુધી કહે છે કે શાહરૂખ ખાન અને આતંકી હાફિઝ સઈદની ભાષામાં કોઈ ફરક નથી.

અમદાવાદ ખાતે આપ પાર્ટીના રોડ-શોમાં 25 કરોડ લોકો ભેગા થયા હોવાના દાવા સાથે ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ વાયરલ
આમ આદમી પાર્ટીની ગુજરાત રેલીને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ન્યૂયોર્ક ટાઈમ્સનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ પર સ્ક્રીનશોટ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રેલીમાં સૌથી વધુ લોકો એકત્ર થવાનો રેકોર્ડ બન્યો હતો, જે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલીમાં 25 કરોડ લોકો જોડાયા હતા.

કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ફેસબુક પર “આ હું…જલસા છે બાપુ” ટાઇટલ સાથે વાયરલ થયેલ તસ્વીરમાં કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની મિજબાની માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પંજાબ ચૂંટણીમાં આપ પાર્ટીની ભવ્ય જીત થઈ છે, જે સાથે ભગવંત માનને નવા મુખ્યમનત્રી બનાવવામાં આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સ્મૃતિ ઈરાનીનો ભ્રામક વિડિઓ વાયરલ
પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે 2014 પહેલા હાલના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલ આંદોલન અને વિરોધ પ્રદશનના વિડિઓ અવાર-નવાર સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. આ ક્રમમાં ફેસબુક પર “ચૂલો પણ પણ ફક્ત અમિર સળગાવે છે.” ટાઇટલ સાથે સ્મૃતિ ઈરાનીનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044