ક્લેમ :-
JNU વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ભાગ લેનાર અભિનેત્રી દિપીકા પાદુકોણ પર હાલ સોશિયલ મિડિયા પર અલગ-અલગ દાવાઓ વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે JNU વિધાર્થીઓ સાથે સમર્થનમાં ઉભતા દિપીકા પાદુકોણની તમામ TV જાહેરાત બે અઠવાડિયા સુધી બંધ કરવામાં આવી છે.
વેરિફેકેશન :-
JNU વિદ્યાર્થીઓને સમર્થન આપવા બાદલ દિપીકા પાદુકોણની ફિલ્મ “છપાક”નો વિરોધ કરવામાં આવ્યો છે, તેમજ દિપીકા પાદુકોણને લઇ કેટલાક પ્રકારના ટ્રોલ પણ ચાલવવામાં આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયા પર તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિપીકા પાદુકોણની તમામ TV જાહેરાતને બે અઠવાડિયા માટે રોકવામાં આવી છે.
આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં ન્યુઝ સંસ્થાન economictimes, livemint દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે.
ન્યુઝ રિપોર્ટ અનુસાર દિપીકા પાદુકોણ સરેરાશ દિવસના 11 કલાક TV પર જોવા મળે છે, JNUના સમર્થનમાં આવતા આ ટાઈમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મિડિયા બ્રાન્ડ એક્સીક્યુટીવ શશી સિન્હા દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈપણ બ્રાન્ડ તેના બ્રાન્ડ એમ્બેસેડરની નામના સાથે જોડાયેલી હોય છે, સામાન્ય સંજોગોમાં કોઈપણ કંપની પોતાની બ્રાન્ડ સાથે કોઈપણ વિવાદમાં ફસાવા ઇચ્છતી ના હોય.
હાલ દિપીકા પાદુકોણ 23 બ્રાન્ડ સાથે જાહેરાત બનાવી રહી છે, જેની કુલ આવક 103 કરોડ છે જે સાથે દિપીકા સૌથી હાઈએસ્ટ ઈન્ક્મ કરતી અભિનેત્રી બની છે. આ સાથે Krossover Entertainment managing director Vinita Bangard (વિનિતા બનગાર્ડ) જે શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરાની TV એડ્સનું મેનેજમેન્ટ કરે છે, તેમણે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ પોતાનું મંતવ્ય રજૂ કરી શકે છે તેમાં કોઈપણ બ્રાન્ડને નુકશાન કે હાની નથી, તેમજ દિપીકા પાદુકોણ પોતાના વિચાર સાથે સ્વેચ્છાથી JNU સમર્થનમાં જોડાઈ હતી જેને રાજકિય પક્ષ ના આપવો જોઈએ.
વાયરલ પોસ્ટને લઇ મળતા પરિણામો પરથી સાબિત થાય છે કે દિપીકા પાદુકોણની જાહેરાતને TV પરથી બે અઠવાડિયા માટે હટાવવામાં આવી હોવાની વાત ખોટી સાબિત થાય છે આ એક ભ્રામક માહિતી છે જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING NEWS)