

આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, VSK ASSAM નામના ટ્વીટર એકાઉન્ટ પર આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો કે આ તસ્વીર મ્યાનમારના શાકભાજી માર્કેટની છે.

આ દાવા પરથી ગુગક કીવર્ડ આધારે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન nationthailand , philnews.ph દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ આ ઘટના મ્યાનમારના કલો શહેરની શાકભાજી માર્કેટની હોવાનું સાબિત થાય છે. આ સાથે લખવામાં આવ્યું છે કે અહીં કોઈ પોલીસ કે આર્મી દ્વારા સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરાવવામાં આવતું નથી. સોશિયલ ડિસ્ટનસીંગનું લોકો દ્વારા પ્લાન કરવામાં આવે છે.



Social distancing in practice! Hats off to Kalaw authorities and people. pic.twitter.com/SpHv1iL3nA
— Thaung Tun (@ThaungTun20) April 19, 2020

વાયરલ તસ્વીરને લઇ કરવામાં આવતા તમામ દાવા જે મિઝરોમની શાકભાજી માર્કેટ હોવાનું જણાવતા હતા, તે મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. આ તસ્વીર મ્યાનમારના કલો શહેરની શાકમાર્કેટની છે, જેને સોશિયલ મીડિયા પર લોકોએ ભ્રામક દાવા સાથે વાયરલ કરી છે.