Fact Check
Fact Check – ભૂકંપ વચ્ચે પણ દર્દીનો જીવ બચાવી રહેલા ડૉક્ટર-નર્સનો વીડિયો મ્યાનમાર નહીં પણ ચાઈનાની હૉસ્પિટલનો છે
Claim
મ્યાનમારની હૉસ્પિટલમાં ભૂકંપ વચ્ચે પણ દર્દીનો જીવ બચાવી રહેલા ડૉક્ટર અને નર્સનો વીડિયો.
Fact
દાવો અર્ધ સત્ય છે. વીડિયો ખરેખર ચીનના યુનાન પ્રાંતમાં આવેલા હૉસ્પિટલનો છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક ડૉક્ટર દર્દીને બચાવવાની કોશિશ કરી રહી છે. વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, મ્યાનમારમાં આવેલા ભૂકંપન વચ્ચે પણ ડૉક્ટર અને નર્સ દર્દીને બચાવી રહી છે.
વીડિયોના કૅપ્શનમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે દર્દીને બચાવી રહેલી ડૉક્ટર અને નર્સનો આ વીડિયો છે. લગભગ 21 સૅકન્ડની ક્લિપમાં દર્દીને ડૉક્ટર અને બર્સ બચાવી રહ્યા છે. હૉસ્પિટલમાં દર્દી બૅડ પર છે અને તેની સારવાર ચાલી રહી છે. પરંતુ એકાએક બધુ ધ્રુજવા અને ઝૂલવા લાગે છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખરેખર ખોટો છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને newsflare.com દ્વારા 28 માર્ચ-2025ના રોજ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ચીનમાં આવેલા શક્તિશાળી ભૂકંપને લીધે યુનાનની એક હૉસ્પિટલમાં પોતાના જીવની પરવાહ કર્યાં વિના દર્દીને બચાવી રહેલી ડૉક્ટર અને નર્સોનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર સંસ્થા CCTV તેમજ Daily Mail દ્વારા પણ તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રકાશિત વીડિયો અહેવાલ પ્રાપ્ત થયા.
તમામ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે ચીનના યુનાન પ્રાપ્તમાં ભૂકંપ આવ્યો ત્યારે રૌલી પીપલ્સ હૉસ્પિટલમાં સર્જરીરૂમમાં ડૉક્ટર અને નર્સના સ્ટાફે ગભરાયા વિના શાંત રહીને દર્દીની સારવાર કરી હતી અને તેમને બચાવ્યા હતા. તેમણે પોતાનો જીવ જોખમમાં નાખીને દર્દીનો જીવ બચાવ્યો હતો.
વીડિયોના વિઝ્યૂઅલ અને વાઇરલ વીડિયોના દૃશ્યો બંને સરખા છે. જે સૂચવે છે કે તે આજ વીડિયો છે. જે દર્શાવે છે કે, ખરેખર વીડિયો ચીનના હૉસ્પિટલનો છે.
Read Also : Fact Check – સુરતના ઝાંપાબજારની 1923ની વાઇરલ તસવીર ખરેખર AI જનરેટેડ છે
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ભૂકંપ વચ્ચે પણ દર્દીનો જીવ બચાવી રહેલા ડૉક્ટર અને નર્સનો વીડિયો ખરેખર ચીનના યુનાન પ્રાંતની હૉસ્પિટલનો છે. તે મ્યાનમારની હૉસ્પિટલનો વીડિયો નથી.
Sources
News Report by Newsflare, dated 28th Mar-2025
Instagrap Video Report by CCTV, dated, 31st Mar-2025
Instagrap Video Report by DailyMail, dated, 31st Mar-2025