Uncategorized @gu
તીડ ઉપર હેલીકોપ્ટરથી દવા છંટકાવ કરતું રાજસ્થાન સરકારી તંત્ર, જાણો વાયરલ દાવાનું સત્ય
ક્લેમ :-
“તીડ ઉપર હેલીકોપ્ટરથી દવા છંટકાવ કરતું રાજસ્થાન સરકારી તંત્ર, બાકી અહીં ગુજરાતમાં હજુ તંત્રના માણસો વાડે વાડે પંમ્પ લઈને ફરે છે. આ ફરક છે ઉદ્યોગપતિઓની સરકારમાં અને ખેડુત લક્ષી સરકારમાં…..મિત્રો આ છે રાજસ્થાનમા અશોક ગહેલોતજીની સરકાર….સલામ છે ગહેલોત સાહેબ” સોશિયલ મિડિયા પર તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ કરવામાં આવી છે.
તીડ ઉપર હેલીકોપ્ટરથી દવા છંટકાવ કરતું રાજસ્થાન સરકારી તંત્ર, બાકી અહીં ગુજરાતમાં હજુ તંત્રના માણસો વાડે વાડે પંમ્પ લઈને ફરે છે.
આ ફરક છે ઉદ્યોગપતિઓની સરકારમાં અને ખેડુત લક્ષી સરકારમાં મિત્રો આ છે રાજસ્થાનમા અશોક ગહેલોતજીની સરકાર..સલામ છે ગહેલોત સાહેબ આપને @ashokgehlot51 pic.twitter.com/z7bxdB0Nc9— Rajput Mohansingh (@mohansingh5778) December 30, 2019
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર હાલમાં ચાલી રહેલા ગુજરાત અને રાજેસ્થાનમાં તીડના આક્રમણ પર એક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “તીડ ઉપર હેલીકોપ્ટરથી દવા છંટકાવ કરતું રાજસ્થાન સરકારી તંત્ર, બાકી અહીં ગુજરાતમાં હજુ તંત્રના માણસો વાડે વાડે પંમ્પ લઈને ફરે છે. આ ફરક છે ઉદ્યોગપતિઓની સરકારમાં અને ખેડુત લક્ષી સરકારમાં…..મિત્રો આ છે રાજસ્થાનમા અશોક ગહેલોતજીની સરકાર….સલામ છે ગહેલોત સાહેબ આપને”
ગુજરાત અને રાજેસ્થાનમાં તીડના આક્રમણને લઇ સરકાર અલગ -અલગ પગલાં કઈ રહી છે, ત્યારે રાજેસ્થાન સરકાર દ્વારા આ રીતે દવાનો છટકાવ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ સાથે રાજેસ્થાનના મુખ્ય મઁત્રી અશોક ગહેલોત અને દવા છટકાવ કરતું હેલીકોપ્ટરની તસ્વીર શેયર કરવામાં આવી છે.

આ વાયરલ પોસ્ટના દાવાની સત્યતા જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં ન્યુઝ સંસ્થાન દિવ્યભાસ્કર અને ન્યુઝ 18 દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે રાજેસ્થાનમાં હેલીકોપ્ટર દ્વારા કોઈપણ દવાની છટકાવ કરવામાં આવ્યો નથી.
તીડના આક્રમણને લઇ ખેડૂતો અને સામાન્ય લોકોના જનજીવનમાં થઇ રહેલ મુશ્કેલી પર નજર કરવા માટે મુખ્યમંત્રી અશોક ગહેલોત હેલીકોપ્ટર દ્વારા રાજેસ્થાનના બાડમેર ગામમાં આવ્યા હતા, જે તસ્વીરને સોશિયલ મિડિયા પર ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને તસ્વીરને ભ્રામક રીતે ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
YOUTUBE SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)