Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Uncategorized @gu
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલ આગને લઇ એક ભ્રામક દાવો સામે આવ્યો છે, જેમાં જંગલની આગની વિડિઓ સાથે આ આગ લાગવા પાછળ જવાબદાર 200 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
This is Australia And 200 arsonists caused these fires!
These arsonists are Left wing propagandists blaming this on “Climate Change”
Why are they NOT releasing the names of these “arson activists” & protecting them?
They need to rot in HE££!
RT if you agree
@itsBlonde007 pic.twitter.com/vu4Ejxy7nX
— ℕ (@itsBlonde007) January 15, 2020
વેરિફિકેશન :-
ટ્વીટર અને ફેસબુક પર હાલમાં ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલ આગને લઇ એક વિડિઓ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આગ લાગવા પાછળ જવબદાર 200 લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.
આ વાયરલ દાવાનું સત્ય જાણવા માટે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ જોવા મળે છે, જેમાં આ વાયરલ ખબરને લઇ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યા છે. ન્યુઝ રિપોર્ટ અનુસાર infowar નામની વેબસાઈટ દ્વારા આ ખબર બનાવવામાં આવી હતી કે આગ પાછળ જવાબદાર 200 લોકોની ધરપકડ કરવામાં આવી છે.”200 arsonists caused Australia fires!”
આ સાથે 6 જાન્યુઆરી 2020ના રોજ ન્યુ સાઉથ વેલ્સ પોલીસ દળ દ્વારા જાણાવવામાં આવ્યું હતું કે 8 જાન્યુઆરી સુધી આ આગ પાછળ નાની ભૂલ જેમકે સિગરેટના ટુકડા માચીસ, તેમજ જંગલમાં જમાવાનુ બનાવવા માટે સળગાવેલી આગ વગેરે જેવા નાના કારણો પણ જવાબદાર માનવામાં આવશે અને તેના અનુસાર પેનલ્ટી (દંડ) ની જોગવાઈ કરવામાં આવશે.
આ લિસ્ટમાં 183 લોકો છે જેના વિરુદ્ધ કોઈ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો નથી, માત્ર તેમના પર દંડની જોગવાઈ કરવામાં આવશે જે આ ઘટના પાછળ નાના કારણ સાથે પણ જવાબદાર હશે. આ ઉપરાંત 24 લોકો પર ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે જે આ આગ લાગવા પાછળ જવબદાર છે.
કલાઇમેટ ચેન્જ પર રિસર્ચ કરતી કેટલીક ન્યુઝ વેબસાઈટ અને વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર કલાઇમેટ ચેન્જ અને ડ્રાઈ યર એટલેકે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર અને ઓછો વરસાદ આ બન્ને મહત્વના કારણો છે આગ લાગવા પાછળ, તેમજ વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર કલાઇમેટ ચેન્જના કારણે ઓસ્ટ્રેલિયા દુનિયા આ વર્ષે સૌથી વધુ ગરમ અને સૂકા પ્રદેશમાં ફેરવાયું છે. જેથી જંગલમાં આગ લાગવા પાછળ મોટું અને જવાબદાર કારણ કલાઇમેટ ચેન્જ છે.
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અહીંયા મળતા તમામ પરિણામો પરથી ખોટો સાબિત થાય છે, 200 લોકોની ધરપકડ કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર તેમના પર પેનલ્ટી એટલેકે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
TOOLS :-
FACEBOOK SEARCH
TWITTER SEARCH
GOOGLE KEYWORD SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Dipalkumar Shah
December 13, 2024
Dipalkumar Shah
September 27, 2024
Prathmesh Khunt
April 9, 2022