ક્લેમ :-
સોશિયલ મિડિયા પર JNUને લઈ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં ક્લચર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને જે અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટના કસ્ટડી મોત વિષે આયોજન કરવામાં આવ્યું છે.
अब भी जिसका खून ना खौला
खून नहीं वो पानी हैं pic.twitter.com/2vdhDxpXwW— Kapil Mishra (@KapilMishra_IND) January 11, 2020
વેરિફિકેશન :-
ફેસબુક અને ટ્વીટર પર JNUને લઇ એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં અફઝલ ગુરુના મોતને લઇ એક ક્લચર ઇવેન્ટનું આયોજન JNU કેમ્પસમાં રાખવામાં આવી હતી, જેની તારીખ 9 ફેબ્રુઆરી છે. આ પોસ્ટને સોશિયલ મિડિયા મારફતે એક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. “अब भी जिसका खून ना खौला,खून नहीं वो पानी हैं ” આ પોસ્ટને BJP નેતા કપિલ મિશ્રા દ્વારા પણ શેયર કરવામાં આવી છે.
આ વાયરલ પોસ્ટની સત્યતા તાપસવા માટે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં અનેક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. આ આર્ટિકલ પરથી સાબિત થાય છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને તેમજ વાયરલ પોસ્ટ 2016ની છે. જયારે અફઝલ ગુરુ અને કશ્મીરી લોકોની સમસ્યા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ” The Jawaharlal Nehru University saw protests by rival groups over the alleged organization of an event to mark the death anniversary of Parliament attack convict Afzal Guru”
આ વિષય પર jansatta, intoday દ્વારા 10 ફેબ્રુઆરી 2016ના રોજ પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે આ ઘટના 2016ની છે તેમજ વાયરલ તસ્વીર પણ 2016માં આયોજન થયેલ ઇવેન્ટની છે. જેને હાલમાં સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત યુટ્યુબ પર આ મુદ્દાને લઇ સર્ચ કરતા india today દ્વારા પબ્લિશ કરાયેલ વિડિઓ રિપોર્ટ જોવા મળે છે. આમ તમામ મળતા પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ પોસ્ટમાં શેયર કરવામાં આવેલ તસ્વીર અને દાવો બન્ને તદ્દન ખોટા છે. આ રીતે ઇવેન્ટનું આયોજન હાલમાં કરવામાં આવેલ નથી 2016ની તસ્વીરને ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. તેમજ ન્યુઝ રિપોર્ટ અનુસાર આ ઇવેન્ટનું આયોજન પણ 2016માં સ્થગિત કરવામાં આવ્યું હતું.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવા (FAKE NEWS)